જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમારના અધ્યક્ષતામાં મામલતદાર કચેરી જેતપુરપાવી ખાતે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રજાજનોની વિવિધ ૬ જેટલી અરજીઓ મળી હતી. આ તમામ અરજીઓનો જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

મામલતદાર કચેરી ખાતે યોજાયેલ “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ”માં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતોને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. માળખાકીય સુવિધાઓની ૬ અરજીઓના અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રજાના પ્રશ્નોના અન્વયે જરૂરી કાર્યવાહી કરવા સૂચનો આપ્યા.તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર : અંજુમ ખત્રી છોટાઉદેપુર

