GUJARAT : દર્શન એજ્યુકેશન ફાઉન્ડેશન હોલિસ્ટિક શિક્ષણના 30 ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ કર્યા

0
44
meetarticle

શિક્ષણ, રમત ગમત અને અધ્યાત્મના ક્ષેત્રે પ્રતિષ્ઠિત હસ્તીઓ એક યાદગાર સાંજે વિશેષ અવસર પર એકત્રિત થઈ હતી, જ્યારે ભારતના અગ્રણી શૈક્ષણિક સંસ્થામાંથી એક દર્શન એજ્યુકેશન ફાઉન્ડેશન (DEF) એ બુધવારે, નવી દિલ્હી ભારત મંડપમ, પ્રગતિ મેદાનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને પોતાની 30મી વર્ષગાંઠ ઉજવી હતી.

પર્લ જ્યુબિલી સમારોહમાં અધ્યક્ષતા કેએમટીએચ ના સ્થાપક અધ્યક્ષ અને વિશ્વપ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ સંત રાજીન્દર સિંહજી મહારાજ એ કરી હતી। તેમના સાથે ભારત સરકારના પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ, ભારતની પ્રથમ મહિલા પેરાલિમ્પિક પદક વિજેતા પદ્મશ્રી દીપા મલિક, ગુરુ ગોવિંદસિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદ્મશ્રી પ્રો. ડો. મહેશ વર્મા, દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી પ્રતીક શર્મા, તેમજ સી.એસ.આઈ.આર.ના મુખ્ય વૈજ્ઞાનિક અને એન.એ.બી.એલ.ના ચેરમેન શ્રી આર.કે. કોટલાના વગેરે ઉપસ્થિત રહ્યા હતા।

કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતથી થઈ હતી, ત્યારબાદ સંત રાજીન્દર સિંહજી મહારાજ સાથે તમામ ગણમાન્ય મહેમાનોએ પરંપરાગત રીતે દીપ પ્રજ્વલિત કરી પર્લ જ્યુબિલી સમારોહનું વિધિવત ઉદઘાટન કર્યું. ડીઈએફની 30 મી વર્ષગાંઠ ના વિષય “શાંતિથી શક્તિ જીવનને પ્રકાશિત કરવું” પર બોલતા સંત રાજીન્દર સિંહજી મહારાજે ભાવિ પેઢીઓને આકાર આપવા હોલિસ્ટિક એજ્યુકેશનની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો।

3,000થી વધુ ઉપસ્થિત લોકોને સંબોધતા પૂર્વ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ગુરુ સંત રાજીન્દર સિંહજી મહારાજે જણાવ્યું કે 30 વર્ષ પહેલાં જ્યારે અમે દર્શન એકેડમી ની શરૂઆત કરી હતી, ત્યારે શિક્ષણમાં શ્રેષ્ઠતા સાથે આત્મિક શક્તિ જાગૃત કરવાનો સંકલ્પ કર્યો હતો। તેમણે કહ્યું કે આજની દુનિયામાં વિવિધ ક્ષેત્રો અને સંસ્કૃતિના લોકો એકબીજા સાથે સંપર્કમાં આવે છે, જેનાથી **તાણ અને ચિંતા વધે છે. આવા સમયમાં આપણે આપણા બાળકોને કેવી રીતે શાંતિપૂર્વક આ પડકારોનો સામનો કરવો તે શીખવવું જોઈએ.તેમણે આગળ કહ્યું કે સામાન્ય રીતે આપણે શક્તિને શારીરિક તાકાત સાથે જોડીએ છીએ, પરંતુ સાચી શક્તિ આપણા આંતરિક સ્થિરતા માં છે. વિશ્વભરના સંશોધનો બતાવે છે કે ધ્યાન અને શાંતિપૂર્ણ અવસ્થામાં બેસવાથી આપણે આપણી આંતરિક શક્તિ વધારી શકીએ છીએ, કારણ કે સાચી શક્તિ આંતરિક સ્થિરતામાં વસે છે. અમારા અંદર શાંતિ અને આનંદના ખજાના છે, જે અમને અંદરથી પ્રસન્ન રાખે છે અને શારીરિક, માનસિક અને ભાવનાત્મક પીડાઓ દૂર કરવામાં મદદ કરે છે. આથી અમારી એકાગ્રતા વધે છે અને આપણે આપણા કાર્યક્ષેત્રોમાં વધુ સફળતા મેળવી **સદાકાળ આનંદ અને સુખમય જીવન જીવી શકીએ છીએ.
આ અવસરે સંત રાજીન્દર સિંહજી મહારાજે શાળાની સામયિક “દર્શનિકા 2025”નું વિમોચન કર્યું. આ સાંજનો સમાપન દર્શન અકેડમી, દિલ્હીના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થયો, જેમાં સંગીતમય અને શિક્ષણ પ્રદ નૃત્યનાટિકા સાથે ડીઈએફની પ્રેરણાદાયક 30 વર્ષની સફરની સુંદર ઝલક રજૂ કરવામાં આવી. સમારોહના અંત આભાર વિધિ અને સમૂહ તસવીર સાથે થયો, જેનાથી શાંતિ, એકતા અને આનંદથી ભરપૂર ઉત્સાહજનક સાંજનો આનંદ સૌએ માણ્યો।
સંત રાજીન્દર સિંહ મહારાજના માર્ગદર્શન હેઠળ, દર્શન એજ્યુકેશન ફાઉન્ડેશન ભારત અને વિદેશમાં આવેલી પોતાની 25 દર્શન એકેડમી શાળા દ્વારા હોલિસ્ટિક શિક્ષણ, શાંતિપૂર્ણ અધ્યયન અને બાળકોના સર્વાંગી વિકાસ માટે જાણીતી બની છે.
સાવન કૃપાલ રૂહાની મિશનના પ્રમુખ તથા વિશ્વવિખ્યાત આધ્યાત્મિક સત્ગુરુ સંત રાજીન્દર સિંહજી મહારાજ 23 , 24 ઓક્ટોબર 2025 ના રોજ ગોધરા માં સત્સંગ પ્રવચન હેતુ પધારી રહ્યા છે. તેઓ ગોધરામાં બે દિવસ સત્સંગ કરશે. જેનું આયોજન સાવન કૃપાલ રુહાની મિશન ગોધરા શાખા દ્વારા કરવામાં આવી રહ્યું છે. સત્સંગના આ કાર્યક્રમમાં ફક્ત ગોધરા થી જ નહીં પરંતુ ભારતના વિભિન્ન રાજ્યમાંથી હજારો લોકો તદુપરાંત વિદેશોથી પણ આવેલા ભાઈ બહેન ભાગ લઈ રહ્યા છે. સાવન કૃપાલ રૂહાની મિશનની વધુ વિગતો માટે સંપર્ક કરો

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here