દહેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા આરોપી તખતસંગ રતનસંગ પઢિયારને દહેજ પોલીસે ઝડપી પાડ્યો છે.
દહેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન કાર્યવાહી દરમિયાન આ આરોપીને ભરૂચના ઝાડેશ્વર ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

