GUJARAT : દાંતા પ્રાંત કચેરી ખાતે ફોરેસ્ટ પર FRI ની માંગ સાથે ધારાસભ્ય સહીત લોકો ના ધરણા

0
37
meetarticle

વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન ને લઈ વિવાદ ઉગ્ર બન્યો હતો તેમાં પાડલીયા ગામ લોકો પર ફોરેસ્ટ દ્વારા FRI નોંધવામાં આવી હતી અને ગામ લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા હતાં તેને લઈને આજ દાંતા પ્રાંત કચેરી ખાતે ધારણા કાર્યક્મ યોજવામાં આવ્યો હતો પાડલીયા ગામ લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા છે તેમના ખેતર ખોદી નાખવામાં આવ્યા છે તે અનુસંધાને પાડલીયા ગામ લોકો એ ફોરેસ્ટ FRI નોંધવા દાંતા પ્રાંત કચરી ખાતે ધારણા યોજ્યા હતાં ધારણા કાર્યક્રમમાં બનાસકાંઠા સાસંદ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાની દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત અનેક રાજકીય આગેવાનો જોડાયા હતાં વધુમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે રાજા રજવાડાઓ અને અનેક પ્રશાસનો બદલાઈ ગયા પરંતુ આદિવાસીઓના અધિકાર ક્યારે કોઈએ છીનવવા માટેનો પ્રયાસ કર્યો નથી


સમગ્ર દેશ અને સમગ્ર જિલ્લામાં પોલીસ એ એમનું સાધન છે. ઉપલા અધિકારી અને સરકારના દબાણના કારણે આવા સંઘર્ષોમાં એમને જવું પડતું હોય છે જે મહિલાનું મકાન તોડાયું છે જે મહિલાની જમીન ખોદી છે તેમની ફરિયાદ દાખલ કરી ન્યાય આપવામાં આવે પેરરલ ફરિયાદ દાખલ કરવી જોઈએ તમે આવી રીતે બધાને દબાવવા જશો તો ડેમોક્રેસી અને વહીવટી તંત્ર ઉપરથી લોકોનું ભરોસો ઉઠી જશે કોઈ ઘટના બની હોય તો માણસ પોલીસ તંત્ર પાસે જાય પરંતુ રક્ષક જ ભક્ષક બની રહ્યા છે ત્યારે લોકોને હવે ધરણા પર આવવું પડ્યું છે આ આદિવાસીઓ એકલા નથી તમામ સમાજો દાંતા ના એમની સાથે છે આદિવાસી સમાજને ન્યાય અપાવવા કોંગ્રેસ પાર્ટી હંમેશા લડી છે અને આમાં પણ લડશે સેન્ટ્રલ ગવર્મેન્ટથી લઈ વહીવટી તંત્રમાં જ્યાં ધ્યાન દોરવાનું હોય ત્યાં તમામ જગ્યાએ અમે તેમની સાથે છીએ
વધુમાં વડગામ ધારાસભ્ય બોલવામાં ભાન ભૂલ્યા કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓ ના હાથમાં જે માઈક ને તેમને ઠુંઠા કહ્યા હતાં

પ્રતિનિધિ…. લક્ષમણ ઝાલા દાંતા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here