GUJARAT : દિયોદર ખાતે વીજ સુરક્ષા સલામતી અને ઉર્જા બચાવો કાર્યક્રમ હેઠળ રેલી યોજાઇ

0
61
meetarticle

ગુજરાત સરકાર દ્વારા ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વિવિધ કચેરીઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવામાં માટે રેલી નું આયોજન કરાયું છે જેમાં દિયોદર ખાતે આવેલ યુ જી વી સી એલ કચેરી દિયોદર દ્વારા લોકો બિનજરૂરી વીજ ઉપકરણોનો ઉપયોગ બંધ કરે તેમજ વીજ અકસ્માતો કેવી રીતે બનતા હોય છે તેના થી બચવા માટે શું કરવું તે અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી દિયોદર વીજ કંપની ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ રેલી દિયોદર કચેરીથી શરૂ થઈ દિયોદર મેન બજાર થી આદર્શ હાઇસ્કુલ,પોલીસ સ્ટેશન રોડ થઈને પરત કચેરી પહોંચી હતી જેમાં વીજ કંપનીના કાર્યપાલક ઈજનેર દિયોદર એમ એમ શેખ તેમજ જુનિયર ઈજનેર સહિત લાઈન સ્ટાફના કર્મચારીઓ હેલ્મેટ પહેરી સલામતી ના શપથ લેવામાં આવ્યા હતા તેમજ વીજ સુરક્ષા અને જાળવણી બાબતે દિયોદર ઈજનેર, એમ એમ શેખ દ્વારા સ્ટાફને માહિતગાર કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા.

કુદરતી આફતથી ખોરવાયેલ વીજ વિતરણ વ્યવસ્થાને ઝડપથી પૂર્વવત કરવા બદલ સન્માન કરાયું

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી પાલનપુર દ્વારા કુદરતી આફતથી ખોરવાયેલ વિતરણ વ્યવસ્થાને પૂર્વવત કરવા બદલ દિયોદર યું જી વી સી એલ કચેરી ના પેટા વિભાગીય નાયબ ઇજનેર એમ એમ શેખ ને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા અને કુદરતી આફતમાં કરેલ કામગીરી બિરદાવી હતી

પ્રતિનિધિ : દિયોદર જગદીશ સોની

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here