ધ્રાંગધ્રા – ગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં કરી રહ્યો હતો તે દરમિયાન કલ્પના ચોકડીથી ધોરીધાર તરફ જવાના રસ્તે આવેલ રેલવે ફાટક નજીક સરકારી જમીન પર ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરી થતી હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના ઈનચાર્જ પીઆઈ સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.

સ્થળ પરથી એક ટ્રક કિંમત રૃ.૩૦ લાખ તેમજ અલગ-અલગ સાઇઝના કુલ ૨૬૨ ભારી લોખંડના સળિયા (કિંમત રૃ.૧૮.૪૭ લાખ) સહિત ફૂલ રૃ.૪૮.૪૭ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસે સ્થળ પર થી લોખંડના સળિયાની ચોરી કરનાર મુખ્ય આરોપી (૧) વિરમ ઉર્ફે શૈલેષ બળદેવભાઈ મુંધવા (રહે. ધોરીધાર) (૨) ટ્રક ડ્રાઈવર મુખ્તારસિંગ પોલોસિંગ શૈખ તથા (૩) ક્લીનર હરપ્રીતસિંગ ગુલઝારસિંગ (બંને રહે. પંજાબ)વાળા સહિત ફૂલ ૦૩ શખ્સોને ઝડપી પાડીને તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

