નર્મદા ડેમ ફરીથી 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાઇ જતાં ફરીથી દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ 3 દરવાજાઓ 0.62
મીટરની સપાટીથી ખુલ્લા રાખવામાં આવ્યાં છે.

નર્મદા ડેમની સપાટીમાં 6 દિવસથી એક સેમીનો ઘટાડો થયો હતો પણ ફરીથી પાણીની આવકમાં વધારો થવાથી ડેમની સપાટીમાં વધારો થયોછે.ઉપરવાસમાંથી
પાણીની આવક થઇ રહી સતત આવક હોવાથી હવે ડેમના 3 દરવાજાઓ 0.62 મીટરની સપાટીથી ખોલવામાં આવ્યાં છે.

આરબીપીએચ અને દરવાજાઓ મળી નદીમાં 57 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે.કેનાલમાં છોડવામાં આવતાં પાણીની માત્રા 20 હજાર કયુસેક કરવામાં આવી
છે. 2017માં નર્મદા ડેમ ખાતે 30 દરવાજાઓ લગાવવામાં આવ્યાં હતાં.

શરૂઆતથી સરદાર સરોવરમાં વિપુલમાત્રામાં પાણીની આવક શરૂ થઇ હતી.જેથી દરવાજાઓ ખોલી નદીમાં પાણી છોડી દેવામાં આવ્યું હતું.ઉ૫૨વાસમાંથી પાણીનીઆવક 79 હજાર કયુસેક નોંધાઇ હતી. આરબીપીએચ અને સીએચપીએચનાટર્બાઇન ચાલુ હોવાથી વીજળીંનું વિક્રમજનક ઉત્પાદન થઇરહયું છે. ડેમની સપાટી 138.68 મીટર નોંધાઇ છે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

