GUJARAT : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

0
31
meetarticle

દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ શીશ ઝૂકાવ્યું હતું અને મંદિર પરિસર સહિતના સ્થળોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના તા.૧૧મી જાન્યુઆરીના સુચિત સોમનાથ પ્રવાસ અને વિવિધ કાર્યક્રમો અંગે સ્થળ તેમજ અન્ય તૈયારીઓની સમિક્ષા કરી હતી.

બપોર બાદ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સોમનાથ પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ભક્તિભાવપૂર્વક ભોળાનાથના દર્શન કર્યાં હતાં.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કરી સાથે જ બિલ્વપત્રો-પુષ્પો સહિતની સામગ્રી અર્પણ કરતાં ભોળાનાથને ગંગાજળ અભિષેક કર્યો હતો.

દર્શન બાદ નાયબ મુખ્યમંત્રીશ્રીએ આગામી ૧૦ અને ૧૧ તારીખના અનુસંધાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સોમનાથ પ્રવાસ અંગે સ્થળ સમિક્ષા કરતાં મંદિર પરિસર, બાણસ્તંભ, દિગ્વિજય દ્વાર પાસે સરદાર પ્રતિમા થી લઈ હમીરજી સર્કલ, ગુડલક સર્કલ સુધી ચાલીને સ્થળ સમિક્ષા કરી હતી.

પ્રધાનમંત્રીના વિકસિત ભારતના
સંકલ્પમાં ભારતની પ્રાચીન અડગ અને શાશ્વત સાંસ્કૃતિક વિરાસતો-ધરોહરોનું પુન: જાગરણ, પ્રવાસન તીર્થ વિકાસ પણ મુખ્યત્વ છે, જેને આગળ ધપાવતા વિવિધ પ્રકલ્પો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાતમાં સાકાર થઈ રહ્યા છે.

સોમનાથના તા.૧૦ -૧૧ જાન્યુઆરીના સૂચિત કાર્યક્રમના રૂટ નિરીક્ષણ વખતે નાયબ મુખ્યમંત્રીશ્રીની સાથે કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્ય શ્રી ઉદયભાઇ કાનગડ, ભગવાનભાઈ બારડ, જિલ્લા અગ્રણી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, સંજયભાઈ પરમાર, પુનિતભાઈ શર્મા ગૌરાંગભાઈ રૂપારેલીયા સહિતના પદાધિકારીઓ ઉપરાંત અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણે, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, શ્રી રાહુલ ગુપ્તા ,મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ ડો વિક્રાંત પાંડે, શ્રી આલોક પાંડે, શ્રી દિલીપ રાણા, આઈજી શ્રી નિલેશ જાજડિયા, કલેકટર શ્રી એન.વી.ઉપાધ્યાય, જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ સર્કિટ હાઉસ ખાતે મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજી વિવિધ કાર્યક્રમોની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આગામી બે દિવસમાં કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા અને કામગીરી પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું

REPOTER : દિપક જોષી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here