GUJARAT : નારી ગામ નજીકથી દારૂ બિયર ભરેલા આઇસર ટ્રક સાથે બે શખ્સ ગિરફ્તાર

0
18
meetarticle

 ભાવનગર-અમદાવાદ રોડ નારી ગામ નજીક પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે વિદેશી દારૂ ભરેલા આયશર ટ્રક સાથે ડ્રાઈવર ક્લિનરને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય સાત ઇસમના નામ ખુલવા પામ્યા હતા.

પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહિ, જુગાર અંગે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, એક કેસરી કલરની બોડીવાળો આઇસર કંપનીનો ટ્રક નં. જીજે-૧૪-ઝેડ-૨૪૭૭માં લોખંડ તથા લાકડાના સેન્ટીંગના સામાનની આડમાં બે શખ્સ ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ધોલેરા તરફથી ભાવનગર તરફ લઇને આવે છે. જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડે ભાવનગર-અમદાવાદ રોડ નારી ગામ નજીક વોચ ગોઠવી ત્યારે સામે થી આવી રહેલ ટ્રેકને અટકાવી તલાશી લેતા લોખંડ તથા લાકડાનો સેન્ટીંગના સામાનની આડમાંથી વિદેશી દારૂની બોટલ ૭૭૨૮ કિંમત રૂ.૧૯,૦૫,૬૯૬ અને બિયર ટીન ૬૩૬ કિંમત રૂ.૩૮,૬૪૦નો મળી આવતા પોલીસે ટ્રક ડ્રાઇવર ભરત ઉર્ફે પિન્ટુ શૈલેષભાઇ ભીલ (રહે.બારૈયા ફળીયું, ઘટામ લી ગામ, પોસ્ટ.-દુગ્ધા, તા. નસવાડી, જી.છોટા ઉદયપુર) તથા કલીનર રાકેશ બુટીયાભાઈ ભીલ(રહે. આભલીભાર ફળીયું, કડુલીમહુડી ગામ, પોસ્ટ-દુગ્ધા, તા. નસવાડી, જી.છોટા ઉદયપુ૨) ને વિદેશી દારૂ, બિયર અને ટ્રક મળી કુલ રૂ.૨૬,૫૪,૬૩૬ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા ઇંગ્લીશ દારૂનો જથ્થો કડદા ગામ ખાતેથી અમારા શેઠ રાજેશ રાઠવા (રહે.હાથી ખાણ ગામ, તા.કવાટ, જી.છોટા ઉદયપુર), રાજુ ભીલ (રહે.આંબા ડુંગર, તા.કવાટ, જી.છોટા ઉદયપુર) નિર્મલ ડાયશ (રહે. કકરાણા ગામ, જી.અલીરાજપુર, રાજ્ય-મધ્યપ્રદેશ) પાસેથી લાવેલ અને ઇગ્લીંશ દારૂનો જથ્થો અમીત અરવિંદભાઈ ડોડીયા (રહે .ગોરખી ગામ, તા.તળાજા, જી.ભાવનગર) તથા અલ્પેશ ઓઘડભાઇ ડોડીયા (રહે.ગોરખી ગામ, તા.તળાજા, જી.ભાવનગર) તથા જોરૂ ગોબરભાઇ ડોડીયા (રહે. રહે. ગોરખી ગામ, તા. તળાજા, જી.ભાવનગર)એ મંગાવેલ હતો. પોલીસે કુલ નવ શખ્સ વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.દારૂ ભરેલા ટ્રેકની આગળ બાઈક પર શખ્સ પાયલોટિંગ કરતો હતો

છોટા ઉદેપુર ખાતેથી વિદેશી દારૂ ભરીને તળાજાના ગોરખી ગામ તરફ જઈ રહેલા ટ્રકની આગળ  શૈલેષ શાંતિભાઇ ભીલ (રહે.બારૈયા ફળીયું, ઘટામલી ગામ, પોસ્ટ.-દુગ્ધા, તા. નસવાડી, જી.છોટા ઉદયપુર ) નામનો શખ્સ મોટરસાયકલ નં. જીજે-૩૪-આર-૫૮૫૫ લઇ આગળ-આગળ પાયલોટીંગમાં હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here