ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે એવાબણગા ભાજપ સરકાર ફૂંકી રહી છે ત્યારે જ નર્મદા જિલ્લાલોકલ ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા ભાજપ
ઉપપ્રમુખને બિયરના જથ્થા સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે. મહારાષ્ટ્રતરફથી કારમાં વિદેશી દારૂ ભરીને એક વ્યક્તિ ગુજરાત તરફ આવી રહી હોવાની બાતમી નર્મદાએલ.સી.બીની ટીમને મળતા એ વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધરાયું હતું. એ દરમિયાન નજીકના નાલાકૂંડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી દરમિયાન મહારાષ્ટ્રના તીન ખૂણીયા જવાના રસ્તા પાસેથી સફેદ ક્લરની મારુતિ સ્વિફ્ટને ઊભી રાખી ચેક કરતા એમાંથી બિયરની પાંચ પેટીઓ મળી આવી હતી. પૂછતાછ દરમિયાન કાર ચાલકે પોતાનું નામ બાલુ તેસિંગ
વસાવા (રહે. ટીમલા, તાલુકોઃ નેત્રંગ) હોવાનું જણાવ્યું હતું. નર્મદા એલસીબીએ આરોપીને સાગબારા પોલીસને હવાલે કર્યો હતો, પોલીસે એની પાસેથી ૨૬,૪૦૦ રૂપિયાનો બિયરનોજથ્થો તથા ૩ લાખ રૂપિયાની કાર મળી કુલ ૩.૨૬ લાખનોમુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે બિયરના જથ્થા સાથે ઝડપાયેલો આરોપી બાલુ ફતેસિંગ વસાવા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે. ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાના બણગા ફૂંકતી ભાજપ સરકારના સંગઠનનો હોદ્દેદાર જ બિયરના જથ્થા સાથે ઝડપાયો છે ત્યારે એની વિરુદ્ધ ભરૂચ લા ભાજપ પ્રમુખ કાર્યવાહી કરે છે કે કેમ એ જોવું રહ્યું.ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખ બુટલેગર બન્યાછે એ આશ્ચર્ય ની વાત છે.. આ નેતા સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે.
Repoter :દીપક જગતાપ, રાજપીપલા

