હિન્દુ ધર્મના પવિત્ર અને સૌથી લાંબા ગણાતા નવરાત્રી પર્વનું શાતિપુર્વક સમાપન થયુ છે. પંચમહાલ જીલ્લામા વડામથક ગોધરા તેમજ તમામ તાલુકા મથકો અને ગ્રામીણ વિસ્તારોમાં નવરાત્રી પર્વનુ રંગેચંગે આયોજન કરવામા આવ્યુ હતું. નવરાત્રીના પ્રથમ દિવસથી નવમા દિવસ સુધી માતાજીના આરાધના,પુજન અર્ચન અને ત્યારબાદ રાશ –ગરબાની રમઝટ બોલાવી હતી.ગોધરા શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પણ પંચમહાલ પોલીસ અને સેફ પંચમહાલ ફાઉન્ડેશન દ્વારા દ્વારા આયોજીત ગરબા મહોત્સવમા ખેલૈયાઓ મનમુકીને ગરબે ઝુમ્યા હતા.

પંચમહાલ જીલ્લામાં નવરાત્રી પર્વનુ શાંતિપુર્ણ માહોલમાં સમાપન થયુ છે.ગોધરા શહેરમા પોલીસ હેડ ક્વાર્ટર તેમજ મોતીબાગ , તેમજ અનેક સોસાયટીઓમા શેરી ગરબાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. નવ નવ દિવસ ખેલૈયાઓ નવીન વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઈને ગરબે ગુમ્યા હતા. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાણીતા શ્રીજી કલાવૃંદના તાલે નવરાત્રીના છેલ્લા દિવસે મોટી સંખ્યામા ખેલૈયાઓએ રાશ ગરબાની રમઝટ જમાવી હતી. શહેરા ખાતે આવેલા જાણીતા મહાલક્ષ્મી મંદિર ખાતે પણ ગરબાની રમઝટ જામી હતી.

જેમા શહેરાનગરવાસીઓ મોટી સંખ્યામા જોડાયા હતા,નવરાત્રી પર્વમાં દેશની જાણીતી શક્તિપીઠ જે પંચમહાલના હાલોલ તાલુકાના પાવાગઢ ખાતે આવેલી છે. ત્યા પણ નવ નવ દિવસ લાખોની સંખ્યામા ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યુ હતુ. મહાકાલી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. નવરાત્રીના નવમા દિવસે ઢોલ-નગારા સાથે જ્વારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું પાવાગઢ મંદિરથી બાવા બજાર સુધી ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે જવેરાં લઈ જવાયા હતા અને બાદમાં દુધીયા તળાવમાં પધરાવવામા આવ્યા હતા જ્યારે આ પ્રસંગે પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઈ વરિયા, મેનેજર વિક્રમભાઈ, પૂજારીઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.

પંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા નવરાત્રી પર્વને લઈને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાંપતો બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

