GUJARAT : પવિત્ર ગંગા મૈયાની સાનિધ્યમાં શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હરિદ્વાર ખાતે ભવ્ય ભાગવત જ્ઞાન યજ્ઞ નું આયોજન

0
44
meetarticle

દેવાધિદેવ મહાદેવ અને ભગવાન શ્રી દ્વારકાધીશની પવિત્ર કૃપા સાથે પવિત્ર હરદ્વાર ધામમાં શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પરમ આદરણીય માધુરીબેન ગોસ્વામીના વ્યાસાસન પર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું વિશાળ અને દિવ્ય આયોજન થનાર છે. પવિત્ર ગંગાના કિનારે યોજાનાર આ જ્ઞાનયજ્ઞ સનાતન ભક્તોમાં ઉત્સાહ અને આધ્યાત્મિક ઊર્જાનું અનોખું સંચાર કરશે.

આ ભાગવત કથાની વિશેષતા એ છે કે યાત્રાના પ્રારંભથી અંત સુધી સંપૂર્ણ તબીબી સહાય ઉપલબ્ધ રહેશે. આજના સમયની સામાન્ય સમસ્યાઓ જેવી કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરવામાં આવશે તથા જરૂરી દવાઓ અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. યાત્રાળુઓને સુરક્ષિત, આરામદાયક અને આધ્યાત્મિક અનુભવ મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

પવિત્ર ફાગણ માસ દરમિયાન યોજાનારી આ સાત દિવસીય ભાગવત કથા માટે હરિદ્વાર યાત્રા પ્રારંભ સવંત ૨૦૨૮૨ ને ફાગણ સૂદ ૩ ને શુક્રવાર તા.૨૦/૦૨/ ૨૦૨૬ ના થશે.અને ભાગવત કથા પ્રારંભ સવંત ૨૦૮૨ ફાગણ સુદ ૫ ને રવિવાર ના થશે.અને કથા વિરામ : શનિવાર ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના થશે.કથા સમય સવારના ૯:૦૦ થી ૧૨:૦૦ ના રાખવામા આવેલ છે

હરદ્વારના પવિત્ર ગંગા કિનારે આ દિવ્ય ભાગવત ચર્ચા યોજાશે જ્યાં ભક્તિ, જ્ઞાન અને આધ્યાત્મિકતા નો અનોખો સંગમ સર્જાશે.

જે કોઈ સનાતની ભાગવતભક્ત આ પવિત્ર કથામાં જોડાવા ઇચ્છતા હોય તેઓ ભરતભાઈ ગોસાઈ (મો. ૯૮૨૫૯૩૧૧૮૮) નો સંપર્ક કરીને પોતાનું નામ નોંધાવી શકે છે. નામ નોંધાવવાની છેલ્લી તારીખ ૧૨-૧૨-૨૦૨૫ નક્કી કરવામાં આવી છે—ભક્તોએ આ ખાસ નોંધ લેવી.

રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here