વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે બાતમીના આધારે લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.
પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી વોન્ટેડ આરોપી શ્રીક્રિષ્ણા વિશ્વાસ બાવીસ્કર (ઉં.વ. ૪૫, વ્યવસાય: વેપાર, રહે. હાલ પુનાગામ, સુરત) ને LCB ની ટીમે સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો.

આરોપીની કાયદેસરની કાર્યવાહી કરીને તેને આગળની તપાસ માટે પારડી પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે.

