પાલનપુર અમદાવાદ હાઈવે પર ખાનગી હોટલ પાસે 20 ડિસેમ્બરે એક યુવકની હત્યા થઈ હતી જેમાં પાલનપુર પશ્ચિમ પોલીસમાં થકે આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા અને અન્ય 24 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી હાઈવે પર ખાનગી હોટલ પાસે પાર્લર પર ઉભેલા બે યુવકો ઉપર 20 થી 25 જેટલા લોકોએ ધોકા અને તલવાર વડે હુમલો કરી દીધો હતો જેમાં પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના ભરતભાઈ ગણેશભાઈ ચૌધરી નું મૃત્યુ હતુ જે બાદ આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને છ આરોપીઓની પોલીસે અત્યારે ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓને શોધવાની તજવીજ ચાલુ છે

20 ડિસેમ્બરે પાલનપુર અમદાવાદ હાઈવે પર ખાનગી હોટલના પાર્લર નજીક ભરત ચૌધરી નામના યુવકની હત્યા થઈ હતી અને જે હત્યામાં સામેલ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે સમગ્ર ઘટના જોઈએ તો 20 ડિસેમ્બરની રાત્રે મૃતક ભરત ચૌધરી અને નીતિન ચૌધરી આ બંને યુવકો પાલનપુર અમદાવાદ હાઈવે પર ઉભા હતા જ્યાં પાછળથી 20 થી 25 લોકોના ટોળાયા બંને યુવકો પર હુમલો કરી દીધો હતો ધોકા અને તલવાર વડે હુમલો કરી દેતા ભરત ચૌધરી અને નીતિન ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યાં સારવાર દરમિયાન ભરત ચૌધરીનું મોત થયું હતું જોકે આ સમગ્ર મામલો પૈસાની લેવડદેવડનો છે નીતિન ચૌધરી કે જેને મુખ્ય આરોપી લાલો માળી સાથે પૈસાની લેતી દેતી હતી અને આ પૈસાની લેતી દેતી માં આરોપીઓએ આ યુવકને હત્યાને અંજામ આપ્યો હતો. જોકે 20 ડિસેમ્બરે હથિયારો સાથે કરાયેલા હુમલામાં આ બંને યુવકોને જાનથી મારી નાખવા ના હેતુસર આ હુમલો કરાયો હતો જ્યારે ઇજાગ્રસ્ત નીતિન ચૌધરીની કારને પણ નુકસાન પહોંચાડાયું હતું. ત્યારબાદ આરોપીઓ એ ભરત ચૌધરીની હત્યા કરી અને ફરાર થઈ ગયા હતા જોકે જે બાદ પોલીસે આરોપીઓને શોધી કાઢવા માટે એલસીબી એસઓજી સહિત પોલીસની આઠ ટીમો બનાવી હતી જેમાં પોલીસે 20 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા હતા અને તપાસ હાથ ધરી હતી જ્યારે 2000 જેટલા સીસીટીવી કેમેરા માં પણ તપાસ કરી હતી ત્યારે અમદાવાદ વડોદરા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પણ આરોપીઓને શોધવામાં સહકાર આપ્યો હતો ત્યારે પોલીસે આ હત્યાના મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો નિમેષભાઈ માળીને રાજસ્થાનથી ઝડપી લીધો છે જ્યારે આરોપી રિક્કી લોયલ રોકસ્ટ બ્રો.. આરોપી..ભરતજી ભૂરાજી રાજપુત જે થરાદ જિલ્લાનો છે ભૌતિકકુમાર જગદીશભાઈ પરમાર જે વડગામનો છે ગણપતભાઈ સેનજીભાઈ ચૌહાણ જે પાલનપુરનો છે. અનિલ શંકરભાઈ બાવરી જે પાલનપુર નો છે અત્યારે તો પોલીસે આ છ આરોપીઓની ધરપકડ કરી છે અને જે અન્ય આરોપીઓ ગુનામાં સંડોવાયેલા છે તેમની તપાસ પોલીસ ચલાવી રહી છે જોકે હજુ આ ગુનાની તપાસ ચાલુ હોય અને આરોપીઓ પકડવાના બાકી છે એટલે પોલીસ હજુ વધુ વિગત આપી શકી નથી જોકે આ ઘટનામાં હુમલો કેમ કરાયો સેના પૈસાની લેતી દેતી હતી કોને આરોપીઓને પૈસા નો હવાલો આપ્યો હતો અને એ આરોપી કોણ છે એ હજુ તપાસમાં બાકી છે અને આ તમામ બાબતો પોલીસ તપાસ બાદ બહાર આવશે
પ્રતિનિધિ : દિપક પુરબીયા

