ભરૂચના પાલેજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.

સાથે સાથે પોષણ માસ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર મુનિરાબેન શુક્લા એડીએચઓ વિશેષ અતિથિ તરીકે પધાર્યા હતા આ ઉપરાંત csc કોલેજના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેટ રાધિકા પટેલ તથા ડોક્ટર હિરેન રાણા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ન્યુટ્રીશન આસિસ્ટન્ટ જયશ્રી કટારીયા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાનગી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા નાના ભૂલકાઓએ વેલકમ ડાન્સ કર્યો હતો. આ પ્રસંગે લાભાર્થીઓ વિવિધ વાનગીઓ જેવી કે બાલ શક્તિ માતૃશક્તિ, પૂર્ણ શક્તિ તથા મિલિટ્ર્સ માટે વિવિધ પોષણયુક્ત વાનગીઓ બનાવી લાવ્યા હતા. ન્યુટ્રિશન આસિસ્ટન્ટ જયશ્રી કટારીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સારું પોષણ સારું આરોગ્ય લાવે છે જંક ફુડથી દૂર રહો તાજા શાકભાજીનો દૈનિક જીવનમાં ઉપયોગ કરો. કાર્યકર્મના અંતે આભાર વિધિ સાથે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા પોષણ જાગૃતિના શપથ લેવડાવવામાં આવ્યા હતા…
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

