ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક, જિલ્લો છોટાઉદેપુર નાઓની સુચના તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નઓની સુચના અને માર્ગદશન આધારે છોટા ઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રીતે તમંચા જેવા હથીયારો રાખી હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડી અસરકારક કામગીરી કરવાની સુચના આપેલ હોય જે અનવ્યે કવાંટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.આર.પટેલ નાઓએ આપેલ સુચના આધારે પો.સ.ઈ બી.બી.ગોહીલ નાઓ તથા સ્ટાફના માણસો સાથે ધનીવાડી ગામની સીમમાં રેણધા-કવાંટ રોડ ઉપર વાહનચેકીંગની કામગીરી કરતા હતા

જે વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન રેણધા તરફથી હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મોસા જેનો રજી નંબર GJ-10-AH-7896 ની લઈને (૧) વિદેશભાઈ કીસીયાભાઈ જાતે ભૈડીયા ઉવ. ૨૩ રહે. ખેરવાડા હોળી ફળીયા તા. સોંઢવા જિલ્લો અલીરાજપુર (એમ.પી) તથા (૨) ઇંગ્લીશભાઈ મથલાભાઈ ભૈડીયા ઉવ. ૨૮ રહે. ખેરવાડા હોળી ફળીયા તા. સોંઢવા જિલ્લો અલીરાજપુર (એમ.પી) નાઓ આવતા તેઓને રોકી ઝડતી તપાસ કરતા વિદેશભાઈ કીસીયાભાઈ જાતે ભૈડીયા નાઓની અંગઝડતીમાંથી પાસ-પરવાના વગરની દેશી હાથ બનાવટની લોખંડની માઉઝર પિસ્તોલ (હથિયાર)-૦૧ કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા જીવતા કાર્ટીઝ નંગ-૦૨ કીરૂ. ૨૦૦/- નો મળી આવેલ જે તેઓ ગેરકાયદેસર કૃત્ય કરવાના બદઇરાદે હેરાફેરી કરતા હોવાનું જણાઈ આવતા બન્ને આરોપીઓ પકડી પાડી તેઓ વિરૂધ્ધ ધી આર્મ્સ એકટ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટર :સોહેલ પઠાણ છોટાઉદેપુર

