પોરબંદરના કૃતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન નોંધાયેલ ગુન્હા ના કામેના જામજોધપુર તાલુકા ના સત્તાપર ગામના એક શખ્સ ને સુરત અને જૂનાગઢ રહેતા એક શખ્સ ને અનુક્રમે વડોદરા જેલ પાસાના પિંજરે ધકેલવા પોરબંદર લોકલ કાઈમ બ્રાન્ચે કરી કાર્યવાહી

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં જુગાર નો અડ્ડો ચલાવનાર તથા ગેર કાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલ ઇસમ વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ
જે સૂચના અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી.સુતરીયા ગ્રામ્ય વિભાગના રાણાવાવના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના દારૂના ના ગુન્હામાં સંડોવાયેલ આરોપી કિશન ભુપતભાઈ ઉલવા ઉ.વ. ૨૭ રહે. સત્તાપર ગામ, તાલુકો જામજોધપુર ,જિલ્લા જામનગર તથા ચિરાગભાઈ હરસુખભાઈ મકવાણા ઉ.વ.૨૭ રહે, જુનાગઢ ભરડા વાવ ઢોળા ઉપર તા. જુનાગઢ વાળા વિરૂધ્ધમાં અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર
વી.વી.પરમારએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કુતિયાણા ના પોલીસ સ્ટેશનના આ બન્ને સામાવાળા શખ્સ ને પાસા હેઠળ સુરત અને વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંન્ટ ઇસ્યુ કરતા એલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર. કે. કાંબરીયાનાઓ એ સામાવાળાઓ બને શખ્સોને પાસા વોરંટની બજવણી બાદ અટકાયત કરી અનુક્રમે બને શખ્સોને સુરત અને વડોદરા એમ અલગ અલગ જેલ ખાતે મોકલી આપેલ
આ કામગીરીમાં પોરબંદરના કુતિયાણા પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.વી.પરમાર તથા પોરબંદર એલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર કે કાંબરીયા તથા એલ.સી.બી સ્ટાફ તથા કુતિયાણા પોલીસ સ્ટેશનનાનો સ્ટાફ રોકાયેલ હતા.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

