પોરબંદર ખાતે નારણભાઇ પૂંજા ભાઇ બામણીયા તથા બામણીયા પરિવાર નાં યજમાન પદે કૂળ દેવી બ્રહ્માણી. માતાજી ના આશીર્વાદ થકી અને પિતૃઓ નાં મોક્ષનાં ઉમદા હેતુસર શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ નું તા ૩૦/૧૦/૨૫ થી તા ૫/૧૧/૨૫ સુધી ભવ્ય અને દિવ્ય આયોજન કરવામા આવેલ છે

તા.૩૦ ઓકટોબરે ગુરુવારના રોજ બપોરે ૩-૦૦ કલાકે શ્રી રામધૂન મંડળ થી ઋષિકુમારો નાં મંત્રોચ્ચાર સાથે શ્રી ગણપતિ આદિ દેવોની પૂજા સાથે પોથી યાત્રા નો વિવિધ ફ્લોટ્સ અને રાસ ગરબા ની રમઝટ સાથે પ્રારંભ થશે પોથીયાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈ પોરબંદર નાં શ્રી રામધૂન મંડળ રોડ, લોહાણા સમાજ ની વાડી સામે આવેલ શ્રી દિવેચા કોળી સમાજ વંડી. ખાતેના “વૃજ ધામ” મુકામે પોથી નું સ્થાપન થયા બાદ ભારત વર્ષના બ્રમ ઋષિઓ, સંતો મહંતો , સાધુ ઓ અને સમાજ શ્રેષ્ઠીઓ નાં કરકમળ દ્વારા મંગલ દીપ પ્રાગટ્ય સાથે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ થશે
પોરબંદરના જાણીતા ભા ગવતા ચાર્ય પરમ પૂજ્ય શાસ્ત્રી પંકજ ભાઇ જોષી (રાણા કંડોરણાં વાળા) નાં વ્યાસાસને સગીતમય શૈલી મા કથા સમય બપોરે ૩-૦૦ થી સાંજના ૭-૦૦દરમિયાન કથાનું રસપાન કરાવશે
શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ દરમિયાન વિવિધ ઉત્સવો નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા ૩૦/૧૦ ગુરુવાર નાંરોજ બપોરે ૩-૦૦ કલાકે ધંધુકારી મોક્ષ,સાંજે ૫-૦૦ કલાકે કપીલ પ્રાગત્ય,તા-૩૧-૧o ને શુક્રવાર નાં સાંજે ૬-૦૦ કલાકે નૃસિંહ પ્રાગટ્ય, તા ૧-૧૧ શનિવાર સાંજે ૬-૦૦ કલાકે વામન પ્રગટયા તા ૨-૧૧ રવિવારનાં રોજ, સાંજે ૪-૦૦ કલાકે શ્રી રામ જન્મોત્સવ, ૫-૦૦ કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ( નંદ મહોત્સવ) અને સાંજે ૬-૦૦ કલાકે ગોવર્ધન પૂજા તા ૩-૧૧ સોમવારના રોજ સાંજે ૬-૦૦ કલાકે શ્રી રુક્મિણી વિવાહ તા ૪-૧૧ મંગળ વાર બપોરે ૪-૩૦ નાં પરિક્ષિત મોક્ષ
તા ૫-૧૧ ને બુધ વારનાં રોજ સવારે ૯થી ૧ કથા વિરમ લેશે. અને સાંજે ૭-૩૦ કલાકે મહા પ્રસાદ સાથે પૂર્ણાહુતિ થશે
આ જ્ઞાન સરીતા નાં મંગલ અવસરે બામણીયા પરિવાર દ્વારા કથા શ્રવણનો લહાવો લેવા સહ પરિવાર નિમંત્રણ પત્રિકા પાઠવવામાં આવેલ છે, વિશેષ જાણકારી માટે નારણ ભાઇ પૂંજા ભાઇ બામણીયા તથા શ્રી દામજી ભાઇપુંજાભાઇ બામણીયા મોબાઈલ ૯૮૭૯૪-૮૫૧૦૩ નો સંપર્ક સાધી શકાશે
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ
