GUJARAT : પોરબંદરના ગૌરવ: વિદ્વાન એડવોકેટ ભરતભાઈ લાખાણીની હાઈકોર્ટમાં મીડીએટર ટ્રેનર તરીકે પસંદગી

0
36
meetarticle

પોરબંદરના જાણીતા અને અનુભવી એડવોકેટ ભરતભાઈ લાખાણીની ગુજરાત હાઈકોર્ટ દ્રારા મીડિયેટર ટ્રેનર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

ભરતભાઈ લાખાણી લાંબા સમયથી પોરબંદર જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીમાં મીડીએટર તરીકે સેવા આપતા આવ્યા છે અને સર્વાધિક સમાધાન કેસો સફળતા પૂર્વક હાથ ધરવા બદલ તેમની કામગીરીનું રાજ્ય સ્તરે વિશેષ સન્માન કરવામાં આવ્યું છે.

નામદાર સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન અને ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના આદેશ અનુસાર, તેમને તા. ૨૫ થી ૨૭ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં અન્ય એડવોકેટોને મીડીએશન ટ્રેનિંગ આપવા માટે ટ્રેનર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

જિલ્લામાંથી તેઓ એકમાત્ર એડવોકેટ તરીકે પસંદ થતા પોરબંદરમાં ખુશીની લાગણી વ્યાપી છે.

પોરબંદર ડિસ્ટ્રીકટ બાર એસોસિયેશનના પ્રમુખ નિલેશ જોષી, ઉપપ્રમુખ રાજુભાઈ સરવાણી તેમજ સિનિયર એડવોકેટ એમ.જી. શીગરખીયા, સલીમ જોખીયા, કનુભાઇ ઓડેદરા તથા અન્ય વકીલોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

રાજકીય તથા સામાજિક આગેવાનો દ્વારા પણ તેમના આ સન્માનને બિરદાવવામાં આવ્યું છે અને પોરબંદરના ગૌરવમાં વધારો થયો છે.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here