પ્રાચી તીર્થ ટીંબડી ના ગાયત્રી ધામ ખાતે શ્રી વેદ માતા ગાયત્રી સેવા શ્રમ ટ્રસ્ટ ટીંબડી પ્રાચી માં ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો જેમાં 108 ગાયત્રી મહામંત્ર અને ૧૦૮ મહા મૃત્યુંજય મંત્ર ની પ્રાર્થના કરવામાં આવી હતી..
નેત્ર નિદાન કેમ્પનું આયોજન શ્રી ગાયત્રી ધામ ખાતે કરવામાં આવેલ હતું

. જેમાં આ કેમ્પમાં ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા તથા રણછોડદાસજી હોસ્પિટલ નાં ડોક્ટર તથા આસિસ્ટન્ટ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં 113 દર્દીઓએ ઓપીડી કરવામાં આવી તથા તેમાંથી 43 દર્દીઓને મોતીયા નાં ઓપરેશન માટે રાજકોટ શ્રી રણછોડદાસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. આ કેમ્પને સફળ બનાવવા રાજકોટ ના આંખ નાં ડોક્ટર તથા આસીસટન્ટ તથા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ નાં ઉપ પ્રમુખ બાલુભાઇ ઝાલા એક્સ આર્મી . મોતિબેન બાલુભાઇ ઝાલા તથા નાથાભાઈ સોલંકી તથા ગંગ ગિરિ અપરનાથી તથા નારણભાઈ મોરીએ સહયોગ આપ્યો. જેમાં ચા પાણી તથા ભોજનના દાતા શ્રી નારણભાઈ મોરી આળિદ્રા તરફથી રાખવામાં આવેલ હતો.
REPOTER : દિપક જોષી દ્વારા પ્રાચી

