GUJARAT : ફોરેક્સ ટ્રેડિંગમાં સુરતના પ્રોપર્ટી ડીલરે રૂ.56.92 લાખ ગુમાવ્યા

0
13
meetarticle

સુરતમાં ફરી એકવાર ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડીનો મોટો કેસ સામે આવ્યો છે. વધુ નફાની લાલચે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરનાર એક પ્રોપર્ટી ડીલરે રૂ.56.92 લાખ ગુમાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કેસમાં સંડોવાયેલ વડોદરાના સોમપુરી ઉર્ફે કિશનપુરી ગોસ્વામીને સુરત સાયબર ક્રાઇમ પોલીસએ ઝડપી પાડ્યો છે.

 61 વર્ષીય કરસનભાઈ ખોખાની (રહે–વેસુ રોડ, સુરત) પ્રોપર્ટી ખરીદ-વેચાણનું કામ કરે છે. વર્ષ 2024 દરમિયાન આશિષ પટેલ (રહે–વડોદરા) દ્વારા તેમને એક કંપનીમાં રોકાણ કરવા પ્રલોભન આપવામાં આવ્યું હતું. આશિષે જણાવ્યું હતું કે, તે જ્યાં રોકાણ કરે છે ત્યાંથી સારો નફો મળે છે અને વધુ માહિતી માટે સોમપુરીનો સંપર્ક કરવા કહ્યું હતું.બાદમાં સોમપુરી ગોસ્વામીએ કરસનભાઈને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવા પ્રેરિત કર્યા હતા. સાથે જ છ ટકાનો નફો અને ગિફ્ટ તરીકે TLC કોઈન આપવાની લાલચ આપી હતી. આરોપીઓએ એક વેબસાઈટ પર એકાઉન્ટ ખોલાવી તેમાં રોકાણ કરાવ્યું હતું. કરસનભાઈએ પોતાનાં તેમજ પત્નીના ખાતામાંથી પણ રકમ ઇન્વેસ્ટ કરી હતી.

શરૂઆતમાં થોડો પ્રોફિટ આપીને વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ વર્ષ 2024થી નફો આપવાનું બંધ કરી દીધું હતું. બાદમાં આશિષ પટેલ અને સોમપુરી ગોસ્વામીએ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા હતા.

આ અંગે કરસનભાઈએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ થયો હતો. તપાસ દરમિયાન પોલીસએ વડોદરાથી સોમપુરી ઉર્ફે કિશનપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કેસમાં સંડોવાયેલ અન્ય આરોપી લવીશ ચૌધરી પર ઈડીના રૂ.400 કરોડના કૌભાંડમાં સંડોવણી હોવાનો ખુલાસો થયો છે. ઉપરાંત દેશભરમાં આ ગેંગ સામે લગભગ 50 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને કુલ છેતરપિંડીનો આંક રૂ.10.2 કરોડથી વધુ પહોંચી ગયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here