GUJARAT : બળાત્કાર જેવી ઘટનાઓ સામે કડક કાયદાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સત્સંગ સભાનું આયોજન

0
42
meetarticle

ગુજરાત રાજ્યમાં સતત સામે આવી રહેલી બળાત્કાર જેવી ગંભીર ઘટનાઓ સામે સરકારને સદબુદ્ધિ આવે અને આવા ગુનાઓ માટે કડકમાં કડક પોસ્કો કાયદો બનાવવામાં આવેલ તેની ત્વરિત અમલવારી કરી શખ્ત કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી પોરબંદર દ્વારા આજે છાયા વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે “સત્સંગ” સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સત્સંગ સભામાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી. હાલ ગુજરાતમાં ત્રણ નાની બાળકી પર બળાત્કારના બનાવ નોંધાતા સમગ્ર સમાજ, ખાસ કરીને દરેક સ્ત્રી માટે આ એક આઘાતજનક બાબત બની છે. આ અનુસંધાને તમામ બહેનોએ ભગવાનની આરાધના કરી અને દીકરીઓ પર અમાનવીય હરકત કરનાર નરાધમોને તુરંત કડકમાં કડક સજા મળે તેવી પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે બહેનોએ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરવાની જાહેરાત કરી હતી કે બળાત્કાર જેવી ઘટનાઓ માટે કડકમાં કડક કાયદો બનાવી તેનો તાત્કાલિક અમલ કરવામાં આવે તેમજ આવા ગુનેગારોને ઉદાહરણરૂપ કડક સજા આપવામાં આવે.

કાર્યક્રમ દરમિયાન ડો. નૂતનબેન ગોકાણી તથા મહેર સમાજના મહિલા અગ્રણી આગેવાન લીલુંબેન ભુતીયા દ્વારા દીકરીઓને સ્વરક્ષણની તાલીમ કેવી રીતે આપવી તે અંગે બહેનો સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

સત્સંગ પૂર્ણ થયા બાદ અંદાજે ૩૫૦ જેટલા બહેનો તથા બાળકોએ ભોજન પ્રસાદ લીધો હતો.

આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ ચેતનભાઈ સવજાણી, નિલેશભાઈ ગોરસેરા, નાથાભાઈ ભૂતિયા, અમિતભાઈ ખોડા, માલદેભાઈ ઓડેદરા, પ્રફુલ્લભાઈ ગૌસ્વામી, સંજયભાઈ જોશી, હર્ષદભાઈ વાળા, ભરતભાઈ મદલાણી, કેશુભાઈ ઓડેદરા, ઈમરાનભાઈ બાબી, રાહુલભાઈ કારાવદરા, સિદ્ધાર્થભાઈ ગોકાણી સહિત સમગ્ર ટીમે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here