બાલાસિનોર : બાલાસિનોરમાં ખોડિયારનગરના નાકા પાસેથી વિદેશી દારૂ અને બિયરના ૮૦ બોટલ અને ટીન કંતાનના કોથળામાં ભરીને લઈ જઈ રહેલો એક શખ્સ ઝડપાયો હતો. પોલીસે ઝડપાયેલા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

બાલાસિનોર ટાઉન પોલીસના સ્ટાફે બાતમીના આધારે સફેદ કલરની કંતાનની કોથળી સાથે ગળતેશ્વર તાલુકાના કોસમ પટેલ ફળિયુમાં રહેતા વિનુ કાન્તિ મહેરા નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસે રાખેલી કોથળીની તપાસ કરતા તેમાથી દારૂની કાચની બોટલ અને ક્વાર્ટર તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા ૨૩,૮૦૮ની કિંમતના કુલ ૮૦ નંગ બોટલ અને ટીનનો જથ્થો કબજે કરી આ શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

