GUJARAT : ભરૂચ આહીર સમાજની APL-18 ક્રિકેટ સિઝનનો ભવ્ય પ્રારંભ: ૪૦થી વધુ ટીમોએ ભાગ લીધો, મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન

0
35
meetarticle

ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૮મી સિઝન APL-18 નો ભવ્ય પ્રારંભ પાણી પુરવઠા અને જળસંચય મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટ ઉપેન બાલુ આહીર પરિવાર દ્વારા તેમના માતા-પિતાની સ્મૃતિમાં આયોજિત કરાઈ છે.


સમાજમાં એકતા વધારવા અને યુવાનોને સમાજ કાર્યોમાં પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ સ્પર્ધા ૧૩ દિવસ સુધી ચાલશે. જેમાં APL-18, દક્ષિણ ગુજરાત યુવા કપ અને દક્ષિણ ગુજરાત વેટરન્સ કપ એમ ત્રણ અલગ ટુર્નામેન્ટમાં ૪૦ કરતાં વધુ ટીમો વચ્ચે કુલ ૪૬ મેચો રમાશે.
ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લા ગોપાલક મંડળના પ્રમુખ દિનેશ આહીર સહિત સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અનોખી પહેલ યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here