GUJARAT : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામમાં અગમ્ય કારણોસર પતિએ પોતાની જ પત્નીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરતા ગામમાં ચકચાર

0
35
meetarticle

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર પતિએ પોતાની જ પત્નીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરતા ગામમાં ચકચાર મચી ગઈ છે. ઘટના બાદ પતિએ પણ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ સામોજ ગામમાં રહેતા બુધેસંગ શંકરભાઈ પઢિયારે પોતાની પત્ની ગીતાબેનની ખેતરમાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દીધી હતી. ગંભીર કૃત્ય બાદ બુધેસંગે ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેના કારણે તેની હાલત ગંભીર બની ગઈ હતી. સ્થાનિક ગ્રામજનો દ્વારા તેને તાત્કાલિક જંબુસર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. જોકે, હાલત ગંભીર હોવા બદલ તેને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.જ્યાં સારવાર પહેલા જ તેનું પણ મોત નિપજ્યું છે.

ઘટનાની જાણ થતાં જ વેડચ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા મૃતક ગીતાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. સાથે જ હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ આરંભી દેવામાં આવી છે.

પોલીસ વધુ વિગતો એકત્રિત કરી આગળની કાર્યવાહી કરી રહી છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here