ભરૂચ જિલ્લામાં ગઈ કાલથી લઈને આજે વહેલી સવાર સુધી દહેજ- રિલાયન્સ, અંકલેશ્વર – સનફાર્મા અને ઝઘડિયા – નાઇટ્રેસ— ત્રણેય ઉદ્યોગપ્રધાનો તાલુકાઓમાં સતત ત્રણ અલગ–અલગ કંપનીઓમાં ગંભીર દુર્ઘટનાઓથી કામ કરતા કામદાર ના મૃત્યુ થયાની દુઃખદ ઘટનાઓ સામે આવી છે. વિવિધ કારણોસર કામ દરમ્યાન થયેલી આ દુર્ઘટનાઓ કંપનીઓની બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ તરફ સ્પષ્ટ સંકેત આપે છે.,
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ કામદારોના પરિવારજનોને યોગ્ય અને પૂરતું વળતર મળી રહે, તેમજ આ મામલામાં GPCB, પોલિસ વિભાગ અને સંબંધિત કંપની સત્તાધીશો વહેલી તકે તપાસ કરે અને પરિવારને ન્યાય મળે—એ અમારી આમ આદમી પાર્ટી ભરૂચ ટીમ ની સ્પષ્ટ માંગ છે.ઉદ્યોગોમાં કામદારોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવી જરૂરી છે. સતત બનતી જીવલેણ દુર્ઘટનાઓ દર્શાવે છે કે અનેક કંપનીઓમાં સેફ્ટી સ્ટાન્ડર્ડનું પાલન થતું નથી. તેથી:

અમારી મુખ્ય માંગણીઓ:દરેક મૃતકના પરિવારોને તાત્કાલિક વળતર જાહેર થાય.કંપની, GPCB અને પોલીસ વિભાગ દ્વારા નિષ્પક્ષ અને ઝડપી તપાસ થાય.જ્યાં સુરક્ષા વ્યવસ્થામાં ખામી મળી આવે ત્યાં કંપની સામે કડક કાર્યવાહી થાય.જિલ્લામાં ચાલતી તમામ જોખમી ઉદ્યોગોમાં તાત્કાલિક સેફ્ટી ઓડિટ કરાવવામાં આવે.
અમે સરકાર અને સંબંધિત વિભાગોને અપીલ કરીએ છીએ કે કામદારોનાં જીવ સાથે કોઈ પ્રકારની રમત ન થાય અને આવા અકસ્માતો ફરી ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે.
મૃત કામદારોના પરિજનોને પૂર્ણ ન્યાય મળે—આ જ અમારી સંસ્થાની પ્રાથમિકતા છે.
REPORTER : સૈફ અલી ભટ્ટી વાગરા

