GUJARAT : ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે સેલ્ફી લેતા બહેનનો પગ લપસ્યો, બચાવવા નદીમાં કૂદેલા ભાઈનું મોત

0
7
meetarticle

ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર ફરવા આવેલા ભાઈ-બહેન માટે રવિવારનો દિવસ કાળમુખો સાબિત થયો છે. નર્મદા નદીના કિનારે ફોટા પાડતી વખતે પગ લપસી જવાથી નદીમાં ખાબકેલી બહેનને બચાવવા માટે સગા ભાઈએ જીવના જોખમે પાણીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં સ્થાનિકોએ બહેનને તો સુરક્ષિત બચાવી લીધી, પરંતુ બહેનને બચાવવા કૂદેલો ભાઈ પાણીના પ્રવાહમાં ડૂબી જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

સેલ્ફી લેવાના શોખે લીધો ભોગ

મળતી માહિતી અનુસાર, સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા ભાઈ-બહેન નયન અને કિરણ રવિવારની રજા માણવા ભરૂચ આવ્યા હતા. તે જ્યારે ગોલ્ડન બ્રિજ પરથી નદીના દ્રશ્યો નિહાળી રહ્યા હતા અને ફોટા પાડી રહ્યા હતા, ત્યારે અચાનક કિરણનો પગ લપસતા તે સીધી નદીમાં પડી હતી.બહેનને પાણીમાં ડૂબતી જોઈ ભાઈ નયન ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યો હતો. કિનારા પર હાજર સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરી કિરણને હેમખેમ બહાર કાઢી લીધી હતી. પરંતુ, નયન નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ ભરૂચ અને અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ બોટ અને ડાઇવર્સની મદદથી કલાકો સુધી નદીના પટમાં શોધખોળ આદરી હતી. લાંબી જહેમત બાદ નયનનો દેહ મળી આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here