ભરૂચના ઝાડેશ્વર નર્મદા કિનારે આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયના અનુભૂતિ ધામ ખાતે દિવાળી પર્વની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે દીપ પ્રજ્વલિત કરીને ઉત્સવ મનાવાયો હતો.

બ્રહ્માકુમારી માઉન્ટ આબુ જ્ઞાન સરોવરનાં ડિરેક્ટર અને ભરૂચ સબ ઝોનની ઇન્ચાર્જ પ્રભાદીદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “દિવાળી માત્ર દીપ પ્રજ્વલનનો તહેવાર નથી, પણ અંતરમાં રહેલા રાવણરૂપ અવગુણોને સમાપ્ત કરી આત્મ પ્રકાશ ફેલાવવાનો દિવસ છે.”
કાર્યક્રમમાં બ્રહ્માકુમારી બહેનો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા, જેમાં માનવીય મૂલ્યોનો સંદેશ પ્રતિબિંબિત થયો હતો. આ ઉજવણીમાં ૫૦૦થી વધુ ભાઈ-બહેનો અને સંસ્થાના સભ્યોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.

