નર્મદા મૈયા બ્રિજ પરથી હવે સ્કૂલ બસોને પસાર થવાની છૂટ આપવામાં આવી છે. અગાઉ આ બ્રિજ પરથી એસટી બસ સિવાયના તમામ ભારદારી વાહનોના પસાર થવા પર પ્રતિબંધ હતો, જેને કારણે સ્કૂલ બસોને પણ નેશનલ હાઇવે-૪૮નો લાંબો રૂટ લેવો પડતો હતો, જેનાથી બાળકોના સમય અને ઈંધણનો વ્યય થતો હતો.

પોલીસ વિભાગના અભિપ્રાય અને માગણીઓને ધ્યાનમાં લઈને સરકારે અગાઉના જાહેરનામામાં સુધારો કર્યો છે. આ નિર્ણયથી ભરૂચના વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત મળી છે.

