ફરી એકવાર ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ અધીકારીઓનો ઉઘડો લેવાની ઘટના સામે આવી છે.ભરૂચ જીલ્લામાં નેત્રંગમાં રસ્તાના નવીનીકરણ માટે સાંસદે રૂ.૫૦ લાખ ગ્રાન્ટની ફાળવણી કરી હતી.

ગ્રા.પંચાયત સરપંચ-જી.પંચાયત સભ્ય,કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ રસ્તાના નવીનીકરણની કામગીરીમાં ભ્રષ્ટાચાર-કૌભાંડ આચયુઁ હોવાનું સાંસદે જણાવ્યું છે.સામાન્ય વરસાદમાં જ રસ્તાનું ધોવાણ થતાં સ્થાનિક રહીશો સાંસદને રજુઆત કરી હતી.

રસ્તા ઉપર પેવર-બ્લોક બેસાડવાની શરૂઆત કરી હતી.તે પણ તકલાદી- હલકીકક્ષાના હોવાથી સાંસદ રોષે ભરાયાં હતાં અનેસ્થળ નિરીક્ષણ કરી ફોન પરજ સરપંચનો જાહેરમાં ઉધડો લીધો હતો.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

