ગુજરાત રાજ્ય પોલીસ વડાની સૂચનાથી નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રી સામે ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ભરૂચ SOG પોલીસની ની ટીમે ભરૂચ શહેર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી.

આ તપાસ દરમિયાન યુવાનોમાં નશા માટે વપરાતા પ્રતિબંધિત ‘ગોગો સ્મોકિંગ કોન’ અને ‘રોલિંગ પેપર’નું વેચાણ કરતા બે અલગ-અલગ કેસ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આ બંને કેસમાં કુલ ₹3,150ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી બે વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે યુવા પેઢીને નશા તરફ ધકેલતી કોઈપણ સામગ્રીનું વેચાણ ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આવી નશીલી સામગ્રી વેચનારા તત્વો સામે કડક ઝુંબેશ જારી રહેશે.

