GUJARAT : ભરૂચમાં રાત્રે ચાલુ વરસાદમાં રતન તળાવમાંથી બહાર આવી ગયેલા કાચબાને જીવદયા પ્રેમી જયેશ પુરોહિત અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયો

0
68
meetarticle

ભરૂચમાં રતન તળાવ નજીક રાત્રે અગિયાર વાગ્યાના સુમારે ધોધમાર વરસાદમાં એક જીવદયા પ્રેમીની સતર્કતાથી એક કાચબાનો જીવ બચ્યો હતો.
સ્થાનિક રહેવાસી અને જીવદયા પ્રેમી જયેશભાઈ પુરોહિત કૂતરાંના ભસવાનો અવાજ સાંભળીને બહાર નીકળ્યા હતા, જ્યાં તેમણે જોયું કે રતન તળાવમાંથી એક કાચબો બહાર આવી ગયો હતો અને કૂતરાં તેને ફરતે વળી વળ્યા હતા.

જયેશભાઈએ તરત જ કૂતરાંને કાચબાથી દૂર કરીને નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહનો સંપર્ક કર્યો હતો. હિરેન શાહની ટીમે સમયસર સ્થળ પર પહોંચીને કાચબાનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું અને તેને ફરીથી તળાવમાં સુરક્ષિત છોડી મૂક્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here