GUJARAT : ભાયાવદરમાં કોન્ટ્રાક્ટરના રોડના કામમાં પાલિકાના વાહનોનો ખુલ્લેઆમ દુરૂપયોગ

0
15
meetarticle

 ભાયાવદરમાં તાજેતરમાં જ 26 જાન્યુઆરીના દિવસે સ્વણમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુજબ 25 જેટલા વિવિધ વિસ્તારોમાં નવા સીસીરોડ બનાવવા માટે રૂા. 2.51 કરોડ જેટલી રકમની સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવામાં આવી હતી અને ધારાસભ્યના હસ્તે ખાતમહુર્ત કર્યું હતું. પરંતુ એ કામગીરીમાં નગરપાલિકાની સાધન-સામગ્રીનો ઉપયોગ કરવા સહિતની શંકાસ્પદ બાબતો પ્રકાશમાં આવતા ઉહાપોહ મચી ગયો છે અને વિપક્ષ દ્વારા તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે પગલા ભરવાની માંગણી કરવામાં આવી છે.ભાયાવદરમાં હાલમાં નગરપાલિકાના મહિલા પ્રમુખના વોર્ડ નં. 4  ના કારડીયાવાસ વિસ્તારમાં જૂનો બ્લોક રોડ તોડીને નવો સીસી રોડ બનાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ આશ્ચર્યજનક રીતે આ કામમાં કોન્ટ્રાક્ટરના ટ્રેકટરના બદલે નગરપાલિકાના બે-બે વાહનો ચલાવામાં આવે છે. જેમાં તે જગ્યા ઉપરથી નીકળતા જૂના સિમેન્ટ બ્લોકને સરકારી ટ્રેક્ટરમાં ભરીને અંદાજે દોઢ કિલોમીટર દૂર ખાખીજાળીયા રોડ ઉપર ખાનગી જગ્યામાં ઠાલવવામાં આવી રહ્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. આથી નગરપાલિકાની તિજોરીમાં નુકસાની આવશે. કારણ કે, આખરે તો નગરપાલિકાના વાહનોના ડીઝલ, ટાયર, ટ્રેકટર એન્જીન,પાવર બેટરી જેવાના બિલો મૂકી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આદરવાની પેરવી થઈ રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે.

ચીફ ઓફિસરે જણાવ્યું કે, ‘વિવાદિત સ્થળે જુના બ્લોક નગરપાલિકાને ઉપાડવાના હોય છે. મને એમ કે નવા પેવર બ્લોક નગરપાલિકાનું ટ્રેકટર ભરે છે..’ એવો ગોળ ગોળ જવાબ આપી દીધો હતો. ખરેખર તો જ્યાં રોડ બની રહ્યો છે તે સીસીરોડ બને છે, તેથી નગરપાલિકાના ટ્રેક્ટરોમાં નવા પેવર બ્લોક ક્યાંથી આવે ? જો નવા પેવર બ્લોક કોન્ટ્રાકટરના ટ્રેકટર દ્વારા નાખવામાં આવતા હોય તો પણ જુના કાઢેલા બ્લોકને નગરપાલિકાના ટ્રેક્ટરમાં કેમ ભરવામાં આવે છે ? આવા વિચિત્ર સવાલ ઉભા થઈ રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here