GUJARAT : ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર

0
15
meetarticle

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં તહેવારો અને માર્ચ એન્ડીંગને લઈ તા. ૨૬થી ૩૧ માર્ચ સુધી અનાજ – કટોળ સહિતની હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે તા. ૧ એપ્રિલથી રાબેતા મુજબ કામકાજ શરૂ થશે.


માર્કેટીંગ યાર્ડ ભાવનગર-ઘોઘામાં હાલ નવા ઘઉંની આવક શરૂ થવા પામી છે અને રોજીંદી ત્રણ હજાર ગુણી આવી રહી છે. તો આ સાથે ધાણાની એક હજાર ગુણી, ડુંગળીની આઠથી નવ હજાર ગુણીની આવક જોવા મળે છે. જ્યારે આગામી દિવસોમાં રામ નવમી, મહાવીર જયંતી તથા માર્ચ એન્ડીંગને લઈ ખેતીવાડી ઉતન્પન્ન બજાર સમિતિ દ્વારા તા. ૨૬થી સળંગ છ દિવસ માટે અનાજ, કઠોળ, તેલીબીયા, કપાસ તથા ડુંગળીની હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે શાકભાજીની આવક શરૂ રહેશે. તો લીંબુની જાહેર હરાજી તા. ૨૬મીએ બંધ રહેશે. આમ મીની વેકેશન બાદ તા. ૧ એપ્રિલથી તમામ જણસીની જાહેર હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here