GUJARAT : ભાવનગર શહેરના આંબાવાડીના ફ્લેટમાંથી સીરપની 1798 બોટલ સાથે 3 શખ્સ ગિરફ્તાર

0
51
meetarticle

સ્ટેટ મોનીટરીંગ સેલે ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ ફ્લેટમાં દરોડો પાડયો હતી.અને કોડીન સીરપની ૧૭૯૮ બોટલ સાથે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા.જયારે ત્રણ શખ્સ ફરાર થઈ ગયા હતા.એસએમસીએ રૂ.૪.૩૭ લાખનો મુદ્દામાલ કબજે લઈ છ શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો છે.


શહેરના આંબાવાડી સ્થિત વૃષા સુવર્ણમ ફ્લેટના રૂમ નં. ૩૦૪ માં કોડીન ફોસ્ફેટ તથા ટ્રાયપ્રોલીડિન હાઇડ્રોક્લોરાઇડ સીરપનો મોટા પાયે કારોબાર ચાલતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલેના અધિકારીઓને મળી હતી.જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલેઆંબાવાડી સ્થિત વૃષા સુવર્ણમ ફ્લેટના રૂમ નં. ૩૦૪ માં ગઈ તા.૧૬ નવેમ્બરના રોજ ત્રાટકી હતી.અને ફ્લેટમાં સતત બે દિવસ સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.અને ફ્લેટમાંથી કોડીન ફોસ્ફેટ તથા ટ્રાયપ્રોલીડિન હાઇડ્રોક્લોરાઇડ સીરપનો જથ્થો મળી આવ્યો હતો.એસએમસીએ કોડીન ફોસ્ફેટ તથા ટ્રાયપ્રોલીડિન હાઇડ્રોક્લોરાઇડ સીરપની કુલ મળી ૧૭૯૮ બોટલ રૂ.૩,૪૭,૭૨૬ ની કબ્જે લીધી હતી.એસએમસીએ સીરપનો કારોબાર ચલાવનાર નિશાંત હિતેશભાઈ સંઘવી (રહે. રૂમ નં. ૩૦૪, વૃષા સુવર્ણમ ફ્લેટ, આંબાવાડી, ભાવનગર) અને ગ્રાહક તોફિક રફીકભાઈ શેખ (અજય ટોકિઝ, ભિલવાડા સર્કલ, ભાવનગર),રહીમ ફિરોઝભાઈ વિરાણી (કુંભારવાડા, નારી રોડ, ભાવનગર) ને સીરપનો જથ્થો,રોકડા રૂપિયા,મોબાઈલ અને એક વાહન મળી કુલ રૂ.૪,૪૭,૯૨૬ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે અસલમ,કમલેશ ઉર્ફે કમો,મુકેશ મદદગારી નામ ખુલતા એસએમસીએ છ શખ્સ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ ૮ ( સી ) , ૨૧ ( સી ) ,૨૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here