બનાસ ડેરી તથા બનાસ મેડિકલ કોલેજ – બનાસ જનરલ હોસ્પિટલ, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે તા. 05 ડિસેમ્બર 2025ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભોરોલ ખાતે વિશાળ બાળરોગ અને સ્ત્રીરોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ડૉ. કાઠિત (બાળરોગ નિષ્ણાત), ડૉ. વિક્રમ ચૌધરી (બાળરોગ નિષ્ણાત), ડૉ. વિશ્વા (ગાયનિકોલોજીસ્ટ) તથા ડૉ. અનિલ (મેડિકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભોરોલ) દ્વારા સમગ્ર દિવસ દરમિયાન વિવિધ તપાસો તથા આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. કેમ્પની મુખ્ય સેવાઓમાં સ્કૂલના બાળકોની આરોગ્ય તપાસ,ગર્ભવતી સ્ત્રીઓનું ચેક-અપ,બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અન્ય પ્રાથમિક તપાસ,મેમોગ્રાફી દ્વારા સ્તન કૅન્સર તપાસ, પેપ સ્મિયર ટેસ્ટ (ગર્ભાશયના મોઢાના કૅન્સર તપાસ),લોહીની તપાસ તથા જરૂરી દર્દીઓને મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન ૧૦૦ થી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. ગામના લોકોમાં આ કેમ્પને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો અને અનેક લોકોને તેની સીધી રીતે આરોગ્યલાભ મળ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે તમામ નિષ્ણાત ડૉક્ટરો, પેરા-મેડિકલ સ્ટાફ, આશા અને ફિમેલ હેલ્થ વર્કર બહેનો તેમજ ગામજનોનો સહકાર અભિનંદનીય રહ્યો હતો.
અહેવાલ : રાજેશ જોષી : વાવ-થરાદ

