GUJARAT : મહિયારી ગામે ઘેડ વિસ્તારની ગરબી મંડળો માટે ૫ ઓકટોબર ના પ્રાચીન રાસ ગરબા – દાંડીયા રાસ સ્પર્ધા-૨૦૨૫ યોજાશે

0
88
meetarticle

કુતિયાણા તાલુકાના ઘેડના અંદરના ગાળામાં આવેલ મહિયારી (ઘેડ) ગામે ઘેડ સામાજિક વિકાસ સમિતિ અને શ્રી કમીઆઈ ગરબી મંડળ મહિયારી સંયુકત પ્રયાસથી ઘેડ વિસ્તારના ગામેગામ નવરાત્રી મહોત્સવ દરમ્યાન ગરબે રમતી બાળાઓને પ્રોત્સાહ ન મળે અને ભારતીય સંસ્કૃતિને પ્રજજવલીત રાખવના ભાગ રૂપે પ્રાચીન રાસ ગરબા અને ભાઈઓ માટે દાંડીયારાસ ૨૦૨૫ હરિફાઈનું ભવ્ય અને દિવ્ય આયોજન મહિયારી (ઘેડ) ખાતે સ્વ. લીરી બેન હરદાસભાઈ પરમાર મહેર સમાજ-૨, મહિયારી(ઘેડ),
તા. કુતિયાણા, જી.પોરબંદર. ખાતે કરવામાં આવ્યું હતું.

માં અંબાના નવલા નોરતા નિમિતે પ્રાચીન રાસ-ગરબાની હરિફાઇનું આયોજન મહિયારી ગામ ખાતે કરવામાં આવેલુ છે. જેમાં ઘેડ વિસ્તારના તમામ ગામોની તમામ જ્ઞાતિઓની બહેનો તથા ગામોના ગરબી મંડળ તથા ભાઈઓની દાંડીયારાસ મંડળીઓને આ હરિફાઇમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે.

માં અંબાના નોરતાના આવા રૂડા અવસરે ભાગ લેનાર ટીમોમાંથી વિજેતા ટીમને શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.આ
પ્રાચીન રાસ-ગરબા તથા દાંડીયા રાસ હરિફાઈ- ૨૦૨પ તારીખ : ૫-૧૦-૨૦૨૫ ને રવિવાર સમય : રાત્રે ૮-૦૦ કલાકે યોજાશે.
આ સ્પર્ધાના સિલેકશન માટેના નિયમોમાં આ હરિફાઇમાં બહેનો તથા ભાઈઓને પ્રાચીન રાસ- ગરબા રજુ કરવાના રહેશે અને ટ્રેડીશ્નલ અને પરંપરાગત ડ્રેસમાં રમાડવામાં આવશે તેમજ અંતિમ નિર્ણય નિર્ણાયકો અને આયોજકોનો રહેશે. આ હરિફાઈમાં ભાગ લેવા ઇચ્છુક ગરબી મંડળોએ તા. ૧/૧૦/ ૨૦૨પ સુધીમાં પોતાની ટીમનું નામ આપેલા નંબર પર નોંધાવી દેવાનું રહેશે.રજીસ્ટેશન માટેના સંપર્ક નંબરોમાં કરશનભાઈ ઓડેદરા(કોટડા – મો. ૮૨૩૮૩ ૬ર૫૬૨),ભુપતભાઈ મોકરીયા (માધવપુર -મો.૯૯૨૫૩ ૩૩૯૭૪),નાગેશભાઈ પરમાર (કુતિયાણા – મો. ૯૦૯૯૮ ૦૩૦૦૭)વિરમભાઈ પરબતભાઈ પરમાર(મો. ૭૦૧૬૩૩૯૫૪૦),
હમીરભાઈ ટીંબા (બગસરા – મો. ૯૭૨૫૪ ૧૭૪૦૧),કાનાભાઈ સુત્રેજા(મો. ૯૮૨૪૮૩૪૦૩૫),
રામદેભાઈ (મહિયારી – મો. ૯૮૭૯૦૨૮૮૬),રાજશીભાઈ વદર ( મો. ૯૯૦૪૭૭૦૧૦૮)
ઉપર સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફજિયાત છે
સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી કમીઆઈ ગરબી મંડળના ભરત ભાઈ વજશીભાઈ પરમાર પ્રમુખ કુતિયાણા તાલુકા પંચાયત અને સરપંચશ્રી મહિયારી ગ્રામ પંચાયત મહિયારી અને ઘેડ સામાજીક વિકાસ સમિતિના પ્રમુખ લીલા ભાઈ પરમાર (બળેજ)મો. ૯૪૨૭૪ ર૪૩૫૮ દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here