GUJARAT : મહીસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભાના BLO કલ્પેશકુમાર પટેલનું ગુજરાત રાજ્ય મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનપત્ર આપવામાં આવ્યુ.

0
30
meetarticle

મહીસાગર જિલ્લાના ૧૨૨- લુણાવાડા વિધાનસભા મતવિભાગ હેઠળ આવતા લુણાવાડા તાલુકાના મતદાન મથક નંબર- ૧૨૯ – સરગવામહુડીના બૂથ લેવલ ઓફિસર (BLO) કલ્પેશકુમાર બાપુજીભાઇ પટેલ દ્વારા ચૂંટણી પંચની મહત્ત્વપૂર્ણ કામગીરીમાં સરાહનીય પ્રદર્શન કરવામાં આવ્યું છે. કલ્પેશકુમાર પટેલની આ ઉત્કૃષ્ટ અને સમયબદ્ધ કામગીરીને ધ્યાનમાં રાખીને, માનનીય મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત દ્વારા તેમની નોંધ લેવામાં આવી છે. આ મહત્ત્વની સિદ્ધિ બદલ તા.૨૧/૧૧/૨૦૨૫ ના રોજ માનનીય મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત દ્વારા તેમને રૂબરૂ સન્માનિત કરવામાં આવ્યુ છે.

હાલમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન (SIR) કામગીરીના ભાગરૂપે, BLO કલ્પેશકુમાર પટેલે તેમને સોંપાયેલ તમામ EF ફોર્મ અપલોડ કરવાની જટિલ કામગીરી સમગ્ર જિલ્લામાં સૌ પ્રથમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જે આ જિલ્લાના અન્ય BLO માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે.

આ સન્માન માત્ર કલ્પેશકુમાર પટેલનું નહીં, પરંતુ સમગ્ર લુણાવાડા વિધાનસભા મતવિભાગના ચૂંટણીતંત્રનું ગૌરવ છે, જે દર્શાવે છે કે પાયાના સ્તરે કામ કરતા અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયાને કેટલી ગંભીરતાથી લઈ રહ્યા છે. તેમની આ કામગીરી મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવાના ચૂંટણી પંચના ધ્યેયને મજબૂત બનાવે છે.

REPOTER : વીરભદ્રસિંહ સિસોદિયા મહીસાગર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here