GUJARAT : મહીસાગર જીલ્લામાં આર ટી ઓ ના નિયમોના ખુલ્લેઆમ ભંગ વટથી છાપરા પર મુસાફરોને બેસાડીને વાહનો થાય છે પસાર

0
67
meetarticle

મહીસાગર જીલ્લામાં આર ટી ઓ કચેરી હોવા છતાં આર ટી ઓના નિયમોનુ ખુલ્લેઆમ પાલન ન થતા આર આર ટી ઓ વિભાગની બેદરકારીને કારણે ખાનગી વાહનોમાં અનેક ઓવર લોડીંગ પેસેન્જર ભરેલા વાહનો સંતરામપુરથી વરધરી તરફ જતા હોય આર ટી ઓ ના નિયમોનું પાલન ન થતું હોય એવા દ્શ્યો આ ખાનગી વાહનોમાં જોવા મળે છે.

બપોરના .સમયમા બે વાગે આર ટી ઓ બુધવારે અધીકારી વિશ્રામગૃહ ખાતે ઊભા હતા છતાં ઉપર ખાનગી ટ્રાવેલ્સના છાપરા પર પેસેન્જર ભરેલા હતા જાગૃત નાગરિકોએ આર ટી ઓ ને કહ્યું કેટલા માણસો છે.છાપરા ઉપર પછી જાતે આર ટી ઓ અધીકારી બૂમ પાડીને પેસેન્જર જાતે નીચે ઉતારે છે. પેસેન્જરને જો ભવિષ્યમાં કોઈ અકસ્માત જેવી ઘટના બની તો જવાબદાર કોણ ??? અગાઉ બારેલા ગામની નજીક એક ખાનગી વાહન સાથે અકસ્માત થયો હતો ઝાડ વાગવાથી. બિંદાસ ખુલ્લેઆમ આપણે એક પોલીસ મિત્ર રસ્તામાં જોઈએ તો રસ્તો રસ્તો બદલી નાખીએ પણ આર ટી ઓ ઊભા હોવા છતાં વટથી ડર રાખ્યા વગર પસાર થાય વાહનો એક નવાઈ લાગી પોતાના વાહનની કેપીસીટી કરતા વધારે લોડીંગ કરીને સંતરામપુર તરફથી લુણાવાડા તરફ અનેક ખાનગી પેસેન્જર વાહનો ટ્રાવેલ્સો અનેક વાહનચાલકો પસાર થાય છે.આ બાબતે મહીસાગર આર ટી ઓની નજર હેઠળ પસાર છે.તેવુ લોક મુખે ચર્ચા જોવા મળી હતી.ખરેખર મોતના મુખમાંથી પસાર થતા મુસાફરો બહાર ગામ પોતાની રોજી રોટી માટે બીજા જીલ્લામાં પ્રવાસ કરતા હોય છે તેમ માની શકાય ત્યારે છાપરા ઉપર પણ પેસેન્જર ભરેલા વાહનચાલકો પસાર થાય છે. અનેક વાર ઓવર લોડીંગની મુસાફરી કરતા વાહનોના વીડિયો વાયરલ થાય છે. છતાં મહીસાગર જીલ્લામાં આ બાબતે મહીસાગર જીલ્લામાં આર ટી ઓ વિભાગમાં ફરજ બજાવતા આર ટી ઓ વિભાગના અધિકારીની ગંભીર બેદરકારી જોવા મળે છે. આર ટી ઓ વિભાગ લોક જાગૃતિ માટે અકસ્માત ટાળવાના કાર્યક્રમો કરવામાં આવે તો બીજી બાજુએ આવા ઓવર લોડીંગની મુસાફરી કરતા વાહનચાલકો સામે ક્યારે પગલાં લેવામાં ભરવામાં આવશે તે જોવાનું રહયુ.

નિવેદન
હું દરરોજ બાલાસિનોર તરફ મારો એક રુટ હોય આ ખાનગી વાહનો આર ટી ઓ ના નિયમોનું પાલન કરતા જ નથી મારી ગાડી ડાલા બરાબર નિયમ મુજબ માલ લીલા કેળા ભરેલો માલ હોય તો પણ મને મેમો આપેલો છે ખાનગીને વાહનોને બિન્દાસ ઘી કેળા મહીસાગર જીલ્લામાં

ડ્રાઈવર. દિનેશભાઇ રાવળ

Repoter : દિલીપભાઈ બારીઆ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here