GUJARAT : માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો

0
19
meetarticle

ચૈત્ર સુદ-૧૫ એટલે કે હનુમાન જયંતિ અને બહુચરાજીના મહામેળાનો પવિત્ર દિવસ. આ અવસરે માંડલ તાલુકાના દાલોદ, કુણપુર, વનપરડી અને સીતાપુર સહિતના તમામ ગ્રામ્ય માર્ગો ભક્તિમય બન્યા છે.

વર્ષોેની પરંપરા મુજબ, આ વર્ષે પણ મોટી સંખ્યામાં માઈભક્તો સંઘ લઈને બહુચરાજી ધામ જવા રવાના થયા છે. માંડલથી બહુચરાજીનું અંતર આશરે ૩૦ કિમી હોવાથી, પૂનમની પૂર્વ સંધ્યાએ પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.

યાત્રિકોની સુવિધા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા દર એક કિલોમીટરના અંતરે આશરે ૪૦થી વધુ કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેમ્પોમાં પદયાત્રીઓ માટે ઠંડા પીણા, શરબત, શેરડીનો રસ, ભોજન તેમજ આરામ કરવા માટે ખાસ કુલર અને પંખા સાથેના રૃમોની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રિના સમયે સ્વયંસેવકોએ ખડેપગે રહીને પદયાત્રીઓની સેવા કરી હતી. માતાજીના અદભુત શૃંગાર અને રાત્રિની પાલખી યાત્રાના દર્શન કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here