GUJARAT : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા

0
38
meetarticle

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે.

રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિત લક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે.

એટલું જ નહિં, રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની ત્વરાએ સમીક્ષા કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સંપુર્ણ પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અસાધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગો જવલ્લેજ ઉભા થતા હોય,ખાસ સંવેદનાથી રાજ્યના ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુકશાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પચંકામ કરી, જરૂરી કાર્યવાહી કરી, કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે ૩ દિવસમાં કામકાજ પુરુ થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંતજ મોકલવામાં આવે, તે માટે ચીફ સેક્રેટરી, એ.સી.એસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સુચના આપી હતી. જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી,જીલ્લા ખેતીવાડી અધિકારીને તુરંતમાં જાણ કરવા આદેશો આપ્યા હતા જેથી ખેડૂતોને થયેલા નુકશાન અંગે સહયોગ કરવામાં મદદરૂપ બની શકાય.

મુખ્યમંત્રીશ્રીએ આ અસાધારણ સંજોગો અને રાજ્યના ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને ઝડપથી ત્રણ દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારેને તુરંત જ મોકલવામાં આવે તે માટેની સૂચનાઓ જિલ્લા કલેકટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને આપી હતી.

તેમણે કહ્યું કે, આ વિગતો જેટલી ઝડપથી મળી શકે તેટલી ઝડપથી સરકારને પહોંચાડીને ખેડૂતોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર સહાયરૂપ થશે તેવો આપણો ધ્યેય છે.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં આ સંદર્ભમાં ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકશાનની સમીક્ષા સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા આ બેઠકમાં જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓના નુકશાનની વિગતો પુરી પાડી હતી.

મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, મહેસુલ વિભાગના મુખ્ય સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવી, નાણાં વિભાગના અગ્રસચિવ શ્રી ટી.નટરાજન તથા મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે પણ આ ઉચ્ચસ્તરિય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here