ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા જેતપુર પાવી તાલુકાની મામલતદાક કચેરી ખાતે Enumeration Form ઓનલાઇન કરવાની કામગીરીનું જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

શ્રી સચિન કુમારે મામલતદારશ્રી સોનાલી ઓઝા અને તાલુકા વિકાસ અધિકારીશ્રી તેજસ પટેલ સાથે આજ દિન સુધી કરવામાં આવેલ કામગીરીની ચર્ચા કરી અને આવનાર દિવસોમાં કરવાની થતી કામગીરી વિશેના આયોજનની માહિતી મેળવી.તેઓએ SIRમાં જેતપુર પાવી આઈટીઆઈના ૪૦ જેટલા વિદ્યાર્થીઓની સ્વયંસેવકની ભૂમિકાને બરદાવી હતી.જેતપુરપાવી તાલુકામાં એસઆઈ આરની ૭૩ ટકા કામગીરી પૂર્ણ થયેલ.
જેતપુરપાવીના મતદાન મથક મોટી આમરોલ-બે અને મોરડુંગરી-બે એમ કુલ ૨ બીએલઓને ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે શ્રેષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
રીપોર્ટર : અંજુમ ખત્રી છોટાઉદેપુર

