સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં આવેલ શૈક્ષણિક ધામો આસપાસ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે જોકે યાત્રાધામમાં છેલ્લા કેટલાક સમયથી દારૂની બદી વકરી છે તો ઘણા સમયથી બૂટલેગરો અને અસમાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું

રાજ્ય સરકાર દ્વારા રૂ.5 કરોડ રૂપિયાનાં ખર્ચે માંદેળા
તળાવનું ડેવલપમેન્ટની કામગીરીઓ ચાલુ છે જોકે અસામાજિક તત્વો દ્વારા ત્યાં પણ દારૂની મહેફિલો મંડાઈ હોય તેમ ત્યાં પણ ત્રાસ વધી રહ્યો છે ત્યારે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય એ માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં અસામાજિક તત્વો સામે પગલા ભરવામાં તંત્ર કયો ગ્રહ નડે છે પવિત્ર યાત્રાધામમાં બસ સ્ટેશન, પિવાના પાણીનું ટાંકુ સહિત મુખ્ય માર્ગ અને જાહેર રસ્તાઓ પર દારૂડિયા તત્વોનો
ત્રાસ વધી રહ્યો છે ત્યારે વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા યાત્રાધામમાં દારૂની ભઠ્ઠીઓ સામે કાર્યવાહી કરવાની શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોની માંગણી ઉઠી છે
ઢીમા પ્રા શાળા અને માધ્યમિક શાળાની
આજુબાજુમાં દેશી દારૂ સ્ટેન્ડ ધમધમે છે
રાજ્યમાં દારૂબંધી વચ્ચે યાત્રાધામ ઢીમામાં ખુલ્લેઆમ
દેશી દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા છે જોકે શાળા અને માધ્યમિક શાળાની નજીક અસમાજિક પ્રવૃતિઓ વધવા છતાં પોલીસ મૂક પ્રેક્ષક બની છે ત્યારે વાલીઓ સહિત વિધાર્થીઓમાં પણ માનસિક રીતે ખરાબ અસર વર્તાઈ રહી છે જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવે તે જરૂરી છે

