રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ– ૨૦૨૬ની ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લામાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાનાઓનાં સૂચન અને માર્ગદર્શન હેઠળ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આવનારા ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને પોરબંદર ખાતે આજે ટ્રાફિક પોલીસ અને માહી ગ્રુપ ઓફ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે વાહનચાલકોની સલામતી માટે વિશેષ અભિયાન યોજાયું હતું.

આ કાર્યક્રમના પ્રારંભે ભારતીય પ્રણાલી મુજબ આગતા સ્વાગતના પ્રસંગમાં ડી.વાય.એસ.પી. ઋતુ રાબાનાઓનું સ્વાગત માહી ગ્રુપના પથદર્શક માર્ગદર્શક ડૉ. સુરેશભાઈ ગાંધી દ્વારા પુષ્પગુચ્છ આપી કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ડૉ. સુરેશભાઈ ગાંધીનું સ્વાગત ટ્રાફિક શાખાના પી.એસ. આઈ. કે.બી. ચૌહાણ દ્વારા પુષ્પગુચ્છ આપી કરવામાં આવ્યું હતું.
આ અભિયાન દરમિયાન વાહન ચાલકોના વાહનો પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા તેમજ ઉતરાયણ દરમ્યાન થતી દોરીથી થનારી અકસ્માતની શક્યતાઓ અંગે વિશેષ સલાહ સૂચનાઓ આપવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને પોતાના વ્હાલસોયા નાના બાળકોને સ્કૂટર/બાઈક પર આગળ બેસાડવા નહીં તેમજ વાહન ચલાવતી વખતે ગળામાં દુપટ્ટો કે રૂમાલ રાખવો અને ખાસ ફરજિયાત હેલ્મેટ પહેરવું તથા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા અંગે સમજાવટ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ટ્રાફિક પી.એસ. આઈ. કે.બી. ચૌહાણ, કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.એલ. જાડેજા, ટ્રાફિક શાખાની ટીમ તેમજ માહી ગ્રુપના પથદર્શક માર્ગદર્શક ડૉ. સુરેશભાઈ ગાંધી, પ્રમુખ કમલભાઈ ગોસલીયા, ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતા, વિનસભાઈ ગોસલીયા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ, ઉપપ્રમુખ અનિલભાઈ બથિયા, સહખજાનચી જયેશ ભાઈ પાઉં, કમિટી મેમ્બર કરાભાઈ પાંડવ, જીતુભાઈ મજીઠીયા, જયેશભાઈ સાદીયા, કમલભાઈ મોઢા, દેવ ગોસલીયા સહિતના સભ્યો અને મિત્રો હાજર રહ્યા હતા.
ટ્રાફિક પોલીસ અને માહી ગ્રુપ ઓફ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં પોરબંદર ની જાહેર જનતાએ મોટી સંખ્યામાં હાજરી આપી અને માર્ગ સલામતી અંગેની મહત્વપૂર્ણ માહિતીનો લાભ લીધો હતો.l
રિપોર્ટર:- વિરમભાઈ કે.આગઠ

