વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીગ્નેશ ચૌધરીના પાર્થિવ દેહને બુધવારે માદરે વતન લવાયો હતો. ત્યારે છાપી ગામ થી મોટી ગીડાસણ સુધી શહીદ જવાન ની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારે છાપી થી મોટી ગીડાસણ સુધી દેશ ભક્તિના માહોલ વચ્ચે શોકનો માતમ છવાયો હતો..જવાન નો પાર્થિવ દેહ ઘરે પહોંચતા પરિવાર જનો સહીત જવાન ની પત્ની ના હૈયાંફાટ રુદન થી સૌ કોઈ ની આખો ભીની થઈ ગઈ હતી.

વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના વતની અને છેલ્લા 12 વર્ષથી ભારતીય સૈન્યમાં માં ભોમની રક્ષા કાજે ફરજ અદા કરી રહેલા જીજ્ઞેશ ચૌધરી તાજેતરમાં જમ્મુના ઉધમપુરમાં ફરજ બજાવતા હતા.જોકે રવિવારે જવાન જીગ્નેશ ચૌધરીને રજા મળ્યા બાદ તે ફિરોજપુર કેન્ટથી જમ્મુ-તાવી- સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ પોતાના વતન આવી રહ્યા હતા. તે દરમિયાન ટ્રેન મુસાફરીમાં જવાન જીગ્નેશ ચૌધરીને ટ્રેનના કોચ એટેન્ડન્ટ જુબેર મેમણ સાથે ચાદર માગવાની બાબતને લઈ તકરાર થઈ હતી. જોકે તે બાદ મોડી રાત્રે ટ્રેન લૂકરનસરથી રવાના થઈ તે દરમ્યાન કોચ એટેન્ડન્ટ ઝુબેર છરી સાથે ટ્રેનમાં પહોંચયો અને સેનાના જવાન જીગ્નેશ ચૌધરી સાથે તકરાર કરી છરી કાઢી જવાન જીગ્નેશ ચૌધરી પર હુમલો કર્યો. જોકે છરીના ઘા થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જવાન જીગ્નેશ ચૌધરી મોત ને ભેટ્યા હતા. ઘટનાની જાણ જીઆરપી અને આરપીએફને થતા સૈન્યના જવાનની હત્યા કરવા મામલે જીઆરપી અને આરપીએફએ કોચ અટેન્ડેન્ટ ઝુબેર મેમણની અટકાયત કરી લીધી. જે બાદ શહીદ જવાનના પાર્થિવ દેહને પીએમ અર્થે પીબીએમ હોસ્પિટલમાં લઇ જવાયોહતો.જો કે શહીદ જવાન નો પરિવાર પાર્થિવ દેહને લેવા પીબીએમ હોસ્પીટલ પહોંચ્યો હતો. અને બુધવારે વહેલી સવારે શહીદ જવાન જીગ્નેશ ચૌધરીના પાર્થિવ દેહને માદરે વતન મોટી ગીડાસણ ગામે લાવવામાં આવ્યો હતો.ત્યારે છાપીથી મોટી ગીડાસણ સુધી શહીદ જવાનની અંતિમયાત્રા યોજાઇ જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા. શહીદ જવાનની અંતિમયાત્રામાં દેશભક્તિના માહોલ વચ્ચે શોકનો માતમ પંથકમાં છવાયેલો જોવા મળ્યો. ત્યારે શહીદ જવાના ના ભાઈ જયેશ ભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અમે મારા ભાઈ ને વિકૃત લોકોએ ટ્રેનમાં હત્યા કરી છે.ત્યારે દેશના વડા પ્રધાન દ્વારા અમને ન્યાય મળે તેવી માંગ કરી હતી.
બોક્ષ –
લોકોમાં રોષ જોવા મળ્યો અને ન્યાય ની માંગ કરી – વાઘજીભાઈ ચૌધરી સરપંચ ગીડાસણ
ત્યારે વાઘજી ભાઈ એ જણાવ્યું હતું કે
શહીદ જવાન જીગ્નેશ ચૌધરીના પરિવારમાં શોક સાથે જવાનની હત્યા કરનાર હત્યારાઓ સામે ભારે રોસ જોવા મળ્યો… પરિવારના લોકોએ હત્યારા કોચ અટેન્ટન્ડટ સહિત આ હત્યામાં સંડોવાયેલા તમામ લોકોને ઝડપી પાડી તેમને કડકમાં કડક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી છે. શહીદ જવાનના ભાઈ સહિત સમાજના લોકોએ દેશના ગૃહ મંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજ્યના ગૃહ મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી પાસે પોતાના ભાઈ અને સહીદ જવાનના હત્યારાને કડકમાં કડક સજા અપાવી ન્યાયની માંગ કરી છે.
પ્રતિનિધિ : દિપક પુરબીયા

