GUJARAT : વડગાસ ગામમાં ગેરકાયદે માટી ખનન કરતા 6 વાહન ઝડપાયા

0
77
meetarticle

વિરમગામ તાલુકાના વડગાસ અને ગોરૈયા ગામની સીમમાંથી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા અનઅધિકૃત રીતે રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદે માટીનું ખનન અને વહન કરતાં પાંચ ડમ્પર અને એક હિટાચી મશીન સહીત રૃ.૨.૫૦ કરોડનો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વિરમગામ નગરપાલિકા વિસ્તાર તેમજ તાલુકાના આજુબાજુના ગામડાઓમાં ભૂમાફિયાઓએ મહેસૂલ તંત્ર, તલાટી, સરપંચ અને રાજકીય લોકોની મિલી ભગતથી રોયલ્ટી ભર્યા વગર ગૌચર જમીન, સરકારી જમીન, ખરાબા અને ગામ તળાવમાંથી માટીનું ખોદકામ કરી ગેરકાયદે માટીનો વ્યાપાર પુરજોસમાં ચાલી રહ્યો હતો તેવા સ્થાનિક ગ્રામજનોમાંથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગ ટીમ દ્વારા ખનન અને વહન કરતા પાંચ માટી ભરેલા ડમ્પરો એક હિટાચી મશીન સાથે બે કરોડ પચાસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. ઝડપાયેલા ડમ્પરો હાલ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે. આ બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારી તેમજ વડગાસ તલાટીનો ટેલીફોનિક ?સંપર્ક સાધવા પ્રયત્ન કરતા બંને અધિકારીઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here