વડોદરામાં ઠંડીનો પારો અચાનક ગગડ્યો હતો ગઈ રાત્રે તાપમાન 12 ડિગ્રીથી પણ નીચે નોંધાયુ હતું. જે સીઝનનો કોલડેસ્ટ ડે ગણાય છે.

ગઈકાલે ઠંડીનો પારો 13 ડિગ્રી હતો જેમાં આજે અચાનક એક ડિગ્રી કરતા પણ વધુ ઘટીને 11.8 ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું. ઉલ્લેખનીય છે કે તારીખ 17 નવેમ્બરના રોજ તાપમાન 12.4 ડિગ્રી સૌથી ઓછું નોંધાયા બાદ ગત બુધવારે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ આજે તેનાથી પણ તાપમાન 12 ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયું છે.

