વાગરાની GEB ચોકડી પાસે એક મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ હતી. ‘પિરામિડ’ લખેલું એક વિશાળ કન્ટેનર ટ્રક ટેકનિકલ ખામીને કારણે અચાનક બેકાબુ બન્યું હતું. જોકે, ટ્રક ચાલકની સમયસૂચકતા અને કોઠાસૂઝને કારણે એક મોટી હોનારત ટળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રકની ગતિ ધીમી હોવાથી ડ્રાઇવરે ગભરાયા વગર ટ્રકને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. તેણે તરત જ બ્રેક લગાવી અને ટ્રકને રસ્તાની એક બાજુએ સુરક્ષિત રીતે ઊભી રાખી દીધી. આ સમયસરના પગલાંને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી સંપત્તિને નુકસાન થયું ન હતું. સદ્દનસીબે, આ કિસ્સામાં ડ્રાઈવરની સમયસૂચકતા અને સંયમને કારણે એક મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી.

