GUJARAT : વાલિયા-નેત્રંગ માર્ગ પર ગમખ્વાર અકસ્માત: 2 કારની ટક્કરમાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત…..

0
34
meetarticle


વાલિયા-નેત્રંગ માર્ગ પર ચમારીયા ગામના પાટિયા નજીક બે ઇક્કો કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.પ્રાથમિક માહિતી મુજબ, ખાનગી શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી એક ઇક્કો કાર અને ઓવરટેક કરીને સામેથી આવતી અન્ય એક ઇક્કો કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બેથી વધુ વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી.


ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક વાલિયા ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વાલિયા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here