વાલિયા તાલુકાના ભાગા ગામ નજીક સામાજિક વનીકરણ વિસ્તારમાંથી આશરે ૭ ફૂટ લાંબો અને ૧૦ કિલો વજન ધરાવતો એક અજગર મળી આવતાં ગ્રામજનોમાં ભય ફેલાયો હતો.
સ્થાનિકોએ તાત્કાલિક વાલિયા વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ અને જીવદયા પ્રેમીઓ કિરણ વસાવા અને મોહિત વસાવા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ આ અજગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો.

વાલિયા વન વિભાગના માર્ગદર્શન હેઠળ જીવદયા પ્રેમીઓએ આ અજગરને માનવીય વસાહતથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો.
